શ્રીલંકા સિરીઝમાં કોહલી નહીં રમે!:ખરાબ ફોર્મના કારણે BCCI વિરાટને આરામ આપી શકે છે, જાડેજા-બુમરાહનું કમબેક નક્કી - રિપોર્ટ્સ

6 મહિનો પહેલા
  • શ્રીલંકા સિરીઝ પહેલા હિટમેનને કેપ્ટનશિપ મળી શકે છે

શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમની સ્ક્વોડમાં જંગી ફેરફાર જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સના આધારે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના ખરાબ ફોર્મના કારણે BCCI તેને આરામ કરવાની સલાહ આપી શકે છે. આ દરમિયાન કોહલી ઘણા લાંબા સમયથી ક્રિકેટ રમતો હોવાથી તેના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખી બોર્ડ નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ અંગે બોર્ડે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

રવીન્દ્ર જાડેજા અને બુમરાહનું કમબેક નક્કી
શાનદાર લયમાં જણાઈ રહેલા જસપ્રીત બુમરાહને વિંડિઝ સિરીઝથી આરામ અપાયો હતો. જેથી હવે ઈન્ડિયન ટીમ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ફરીથી જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની સ્ક્વોડમાં સામેલ કરી શકે છે. તો બીજી બાજુ રવીન્દ્ર જાડેજા પણ ઈન્જરીમાંથી રિકવર થઈ ગયો છે, જેથી કરીને શ્રીલંકા સિરીઝમાં આ બંને ખેલાડીના કમબેકને ધ્યાનમાં રાખીને ટીમ કોમ્બિનેશન તૈયાર કરી શકાય છે.

24 ફેબ્રુઆરીથી T20 સિરીઝ શરૂ
BCCIએ શ્રીલંકા સામેની T20 મેચ સિરીઝનું આયોજન 24 ફેબ્રુઆરીથી કર્યું છે. જેની પહેલી મેચ લખનઉમાં અને બીજી બંને મેચ ધર્મશાલામાં રમાશે. ઉલ્લેખનીય છે કે વિંડિઝ સામેની T20 સિરીઝમાં યુવા પેસર્સ અને બોલર્સની બોલબાલા રહી હોવાથી હવે શ્રીલંકા સામેની સિરીઝમાં કઈ ટીમ સાથે રોહિત મેદાનમાં ઉતરશે એ જોવાજેવું રહેશે.

અનુભવી ખેલાડીના કમબેકથી કોણ બહાર જશે?
ઈન્ડિયન ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ ઈન્જરી અથવા વર્કલોડ મેનેજમેન્ટના કારણે ટીમમાંથી બહાર હતા. તેવામાં જસપ્રીત બુમરાહ અને જાડેજાના કમબેકથી ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ સામે અઘરો સવાલ ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીને T20 સિરીઝમાંથી આરામ આપવાના નિર્ણયથી ટીમ કોમ્બિનેશનમાં શું ફેરફાર થશે એ પણ જોવાજેવું રહેશે.

તમને જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 4-8 માર્ચ વચ્ચે રમાશે. આ મેચમાં વિરાટ કમબેક કરશે અને તે કોહલીની ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રહેશે.

ટેસ્ટમાં પણ 'રો-HIT'
BCCI ફરીથી ત્રણેય ફોર્મેટમાં એક કેપ્ટન રાખવાની પોલિસી પર કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માને વનડે અને T20 પછી ટેસ્ટનો કેપ્ટન પણ બનાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહની અંદર રોહિતને સત્તાવાર કેપ્ટન તરીકે પસંદ કરવાની જાહેરાત કરાઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સના આધારે BCCIના અધિકારીએ જણાવ્યું છે કે સિલેક્ટર્સ, પ્લેયર્સ અને કોચ મળીને બધા એવું ઇચ્છે છે કે રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ટીમનો કેપ્ટન રહે. આ અંગે આગામી સપ્તાહે શ્રીલંકા સામેની ટીમની જાહેરાત દરમિયાન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે દ.આફ્રિકા સિરીઝ વચ્ચે વિરાટ કોહલીએ ટેસ્ટની કેપ્ટનશિપ છોડી દીધી છે.

રોહિતની કેપ્ટનશિપમાં વિંડિઝનો વ્હાઈટવોશ
ઈન્ડિયન ટીમ અત્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ રમી રહી છે. જેની વનડે સિરીઝમાં ભારતે વિંડિઝનો 39 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઈટ વોશ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે 3-0થી સિરીઝ જીત્યા પછી હવે આજે બુધવારે ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 T20 મેચની સિરીઝ રમાવા જઈ રહી છે. તેવામાં વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી આ બંને ટીમ માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...