• Home
  • Sports
  • Cricket
  • BCCI committee member Gaekwad says it is difficult to have a T 20 World Cup this year, IPL could be in October November

ક્રિકેટ / BCCI સમિતિના સદસ્ય ગાયકવાડે કહ્યું- આ વર્ષે T-20 વર્લ્ડ કપ થવો મુશ્કેલ, ઓક્ટોબર-નવેમ્બરમાં IPL થઈ શકે છે

IPLની પહેલી મેચ 29 માર્ચે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાવવાની હતી. જોકે કોરોનાવાયરસના કારણે ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે.
IPLની પહેલી મેચ 29 માર્ચે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાવવાની હતી. જોકે કોરોનાવાયરસના કારણે ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે.
X
IPLની પહેલી મેચ 29 માર્ચે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાવવાની હતી. જોકે કોરોનાવાયરસના કારણે ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે.IPLની પહેલી મેચ 29 માર્ચે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાવવાની હતી. જોકે કોરોનાવાયરસના કારણે ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 06:15 PM IST

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) એપેક્સ કાઉન્સિલના સભ્ય અંશુમાન ગાયકવાડે કહ્યું કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ થવો મુશ્કેલ લાગી રહ્યો છે. તેની જગ્યાએ ઓક્ટોબર-નવેમ્બરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) કરાવી શકાય છે.

T-20 વર્લ્ડ કપ આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો છે. જ્યારે IPLની 13મી સીઝન 29 માર્ચથી યોજાવાની હતી, પરંતુ તે કોરોનાવાયરસ અને લોકડાઉનને કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

આ વર્ષે IPL માટે એક જ વિંડો છે'
ગાયકવાડે કહ્યું કે, મને લાગે છે કે આ વર્ષે T-20 વર્લ્ડ કપ રમાશે નહીં. અમે હમણાં IPL વિશે કંઇ કહી શકીએ નહીં. આ ટૂર્નામેન્ટ થાય છે કે નહીં તે ભારતની પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. આ વર્ષ તેના માટે એક જ વિંડો છે અને તે T-20 વર્લ્ડ કપને બદલે ઓક્ટોબર-નવેમ્બર છે. જો વર્લ્ડ કપ રદ્દ કરવામાં આવે અથવા મુલતવી રાખવામાં આવે તો તે સ્થિતિમાં IPL થઈ શકે છે. પરંતુ એ જોવાનું રહેશે કે તે સમયે ભારતમાં પરિસ્થિતિ શું છે. "

'ક્રિકેટરો ખાલી મેદાન પર રમવા માટે ટેવાયેલા નથી'
ગાયકવાડને લાગે છે કે કોરોના પછી દુનિયાના લોકો માટે નવું જીવન આવશે. મેદાનમાં ઉતરવા ખેલાડીઓએ માનસિક રીતે મજબુત બનવું પડશે. તેમણે કહ્યું, "જેમ ક્રિકેટ આજ સુધી રમવામાં આવ્યું છે, તે હવે તેવું રહેશે નહીં." હવે સ્ટેડિયમમાં દર્શકો નહીં આવે. ક્રિકેટરોને ખાલી મેદાન પર રમવાની ટેવ નથી. આ નવી પ્રકારની રમતને સ્વીકારવી ખૂબ મુશ્કેલ રહેશે. "

ક્રિકેટ ફરી શરૂ થતા 4 મહિનાથી વધુ સમય લાગી શકે છે. '
તેમણે કહ્યું, "હવે ફરીથી ક્રિકેટ શરૂ થવામાં બે મહિના કે ચાર મહિનાથી વધુનો સમય લાગી શકે છે. આ એક અભ્યાસ નથી, જે તમે વાંચશો અને પછી લખો. તમારે મેદાન પર પ્રદર્શન કરવું પડશે. તે કોઈ પણ માટે સરળ નહીં હોય." અંશુમાન ભારત તરફથી 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી ચૂક્યા છે. BCCI એપેક્સ કાઉન્સિલમાં કુલ 9 સભ્યો છે, જેમાંથી એક ગાયકવાડ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી