T20 વર્લ્ડકપ:કોહલીના વિરાટ નિર્ણય પર BCCI અધ્યક્ષ ગાંગુલીનું ચોંકવનારું નિવેદન, ભવિષ્યને લઈને કહી આ વાત

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરાટના નિર્ણયની BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ખૂબ પ્રશંસા કરી
  • વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ માટે અમૂલ્યઃ ગાંગુલી

વિરાટ કોહલીના કેપ્ટનશીપ છોડવાના નિર્ણયની બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ખૂબ પ્રશંસા કરી છે. બીસીસીઆઈ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં ગાંગુલીએ વિરાટને ભારતીય ક્રિકેટ માટે અમૂલ્ય કહ્યો છે.

સૌરવ ગાંગુલીએ કરી પ્રશંસા
વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ પછી ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે ગુરુવારે ચોંકાવતા આ વાતની ઔપચારિક જાહેરાત કરી. વિરાટના આ નિર્ણય પછી બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેમની જોરદાર પ્રશંસા કરી. બીસીસીઆઈ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં ગાંગુલીએ વિરાટને ભારતીય ક્રિકેટ માટે કિંમતી ગણાવ્યા.

બીસીસીઆઈ પ્રમુખે કહ્યું કે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ માટે અમૂલ્ય છે. તે સફળ કેપ્ટનોમાંથી એક છે. તેમણે વિરાટના નિર્ણય પર કહ્યું કે તે ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હું ટી-20 કેપ્ટન તરીકે વિરાટના સારા પ્રદર્શન માટે તેમની પ્રશંસા કરુ છું.

ગાંગુલીએ વિરાટને આગામી ટી-20 વર્લ્ડકપ માટે શુભકામનાઓ આપી. તેમણે કહ્યું કે હું તેમને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે શુભકામના પાઠવુ છું અને આશા રાખુ છું કે તે ભારત માટે ઘણા રન બનાવતા રહેશે.

રવિ શાસ્ત્રી અને વાઈસકેપ્ટન રોહિત શર્માની સાથે લાંબી ચર્ચા કરી
બીસીસીઆઈ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલી વર્લ્ડકપ પછી ટી-20નો ભાગ રહેશે. આ પહેલા વિરાટ કોહલીએ તેના નિવેદનમાં કહ્યું હતું કે તેમણે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને વાઈસકેપ્ટન રોહિત શર્માની સાથે લાંબી ચર્ચા કર્યા પછી ટી-20 કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો.