વિંડિઝ ટૂર ઓફ ઈન્ડિયા સંકટમાં:BCCI કોવિડના કારણે સિરીઝ રિશિડ્યૂલ કરી શકે છે, એક અથવા 2 વેન્યૂ પર જ મેચ રમાશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેવામાં કોરોનાની ત્રીજી વેવની અસર ભારતીય ક્રિકેટ સામે પણ જોવા મળી રહી છે. તેવામાં હવે ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝે 3 વનડે અને 3 T-20 મેચોની સિરીઝ માટે ભારતનો પ્રવાસ કરવાનો છે. શિડ્યૂલ અનુસાર સિરીઝની તમામ મેચો અલગ-અલગ મેદાન પર રમાશે. જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ચિંતામાં વધારો થયો છે. હવે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જોઈએ તો કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને BCCI આ સીરિઝ માત્ર એક કે બે સ્થળો પર આયોજિત કરવાનું વિચારી રહ્યું છે.

BCCI સિરીઝને રિશિડ્યૂલ કરી શકે છે
જો BCCIના સૂત્રોનું માનીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડ આ સિરીઝને ફરીથી શિડ્યૂલ કરવા અંગે વિચાર કરી રહ્યું છે. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસની તમામ 6 મેચો માત્ર એક કે બે સ્થળો પર જ યોજાઈ શકે છે. તેવામાં આખી સિરીઝ એક કે બે સ્થળોએ યોજવાથી બંને ટીમોના ખેલાડીઓને સુરક્ષિત રાખવા માટે ચુસ્ત બાયો-બબલનું નિર્માણ કરાશે.

બોર્ડના એક અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હવેથી આ સિરીઝને લઈને ભવિષ્ય ઘણું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. વળી કોરોનાની ત્રીજી વેવનો પીક ટાઈમ પણ ફેબ્રુઆરીમાં આવે છે. જેથી વિવિધ સ્થળોએ તમામ 6 મેચોને યોજવી ઘણી મુશ્કેલ રહેશે. આવી સ્થિતિમાં, આખી સિરીઝ એક અથવા 2 સ્ટેડિયમમાં આયોજિત કરવા મુદ્દે બોર્ડ વિચાર કરી શકે છે.

તમામ મેચ 6 થી 20 ફેબ્રુઆરી દરમિયાન રમાશે (આ પ્લાનમાં ફેરફાર થઈ શકે છે)

  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં પ્રથમ વનડે રમાશે.
  • બીજી વનડે 9 ફેબ્રુઆરીએ જયપુરમાં અને છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ કોલકાતામાં રમાશે.
  • તે જ સમયે, T20 સિરીઝની પહેલી મેચ 15 ફેબ્રુઆરીએ કટકમાં, બીજી T20 18 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને છેલ્લી T20 મેચ 20 ફેબ્રુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.
અન્ય સમાચારો પણ છે...