તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરેક સીઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટની બધી ટૂર્નામેન્ટ રમાશે:BCCIએ જાહેરાત કરી- ઓક્ટોબરથી મેચ રમવાનું શરૂ થશે, કોવિડના કારણે ગત સીઝનમાં 3 ટૂર્નામેન્ટ જ રમાઈ હતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતીય ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે રણજી ટ્રોફીની શરૂઆત 16 નવેમ્બરથી થશે - Divya Bhaskar
ભારતીય ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે રણજી ટ્રોફીની શરૂઆત 16 નવેમ્બરથી થશે
  • બોર્ડને વિશ્વાસ છે કે તે પણ ટૂર્નામેન્ટને સફળતાપૂર્વક આયોજન કરી શકશે- BCCI

કોરોના મહામારીના કારણે ગત સીઝનમાં રણજી ટ્રોફી સહિત ઘણી મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટનું આયોજન નહોતું થયું. પરંતુ આ સમયે BCCIએ તમામ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. ડોમેસ્ટિક સીઝનની શરૂઆત આ વર્ષે ઓક્ટોબરથી થશે. નવી સીઝનની શરૂઆત મહિલા વનડે ટૂર્નામેન્ટથી કરાશે. ત્યારપથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું આયોજન થશે.

રણજી ટ્રોફી- 16 સપ્ટેમ્બર
38 ટીમની ભાગીદારી વાળા દેશની સૌથી મોટી ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની શરૂઆત 16 નવેમ્બરથી થશે. આ ટૂર્નામેન્ટ આગામી 3 મહિના સુધી ચાલશે. ઘરેલૂ સીઝનની લાસ્ટ ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી હશે. આનું આયોજન 23 ફેબ્રુઆરીથી 26 માર્ચ વચ્ચે કરાશે. BCCIએ શનિવારે નવી સીઝનની જાહેરાત કરતા કહ્યું હતું કે બોર્ડને વિશ્વાસ છે કે તે પણ ટૂર્નામેન્ટને સફળતાપૂર્વક આયોજન કરી શકશે. કોરોના પ્રોટોકોલનું પણ પાલન કરાશે.

ગત સીઝનમાં મુશ્તાક અલી ટ્રોફીથી શરૂઆત કરાઈ હતી
બોર્ડે ગત વર્ષે કોરોના મહામારીના કારણે ડોમેસ્ટિક સીઝનનું ફોર્મેટ નાનું કરી દીધું હતું. ગત સીઝનમાં મુશ્તાક અલી T-20 ટૂર્નામેન્ટ, વિજય હજારે વનડે ટૂર્નામેન્ટ અને સીનિયર મહિલા વનડે ટૂર્નામેન્ટનું જ આયોજન કરાયું હતું.

છેલ્લી સીઝનની ચૂકવણી અને વળતર પણ અટક્યું
BCCIએ છેલ્લી હોમ સીઝનમાં રમનાર ખેલાડીઓનું વેતન/મેચ ફીની ચૂકવણી હજી સુધી કરી નથી. રણજી ટ્રોફી રદ થઈ હોવાથી ખેલાડીઓને વળતર આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ અંગે હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. બોર્ડે આ નિર્ણયને લેવા માટે એક કમિટિ બનાવી છે. પુરુષ-મહિલા ક્રિકેટમાં પ્રત્યેક એજ-ગ્રુપને એડ કરીએ તો લગભગ 700 ખેલાડીઓને ચૂકવણી કરવાની બાકી છે. આમાં પૂર્વ ખેલાડીઓને જે પેન્શન મળે છે એની રકમ પણ આપવાની બાકી છે.

અન્ય સમાચારો પણ છે...