IPL ફેન્સ માટે સારા સમાચાર:BCCIએ સ્ટેડિયમમાં મેચ જોવા માટે દર્શકોને અનુમતિ આપી, 16 સપ્ટેમ્બરથી ટિકિટ વિતરણ શરૂ થશે

એક મહિનો પહેલા
ફાઇલ ફોટો

ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા ફેઝની શરૂઆત પહેલા ફેન્સ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. BCCIએ બુધવારે આ ફેઝમાં દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ આપવાની અનુમતિ આપી દીધી છે. તેવામાં 19 સપ્ટેમ્બરથી શરૂ થતા ફેઝ-2ની પહેલી મેચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાશે. તેવામાં ફેન્સ 16 સપ્ટમ્બરથી પોતાની ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકશે.

ફેન્સ કેવી રીતે ટિકિટ બુક કરી શકશે?
IPLએ પોતાના ઓફિશિયલ અકાઉન્ટમાંથી ટ્વિટ કરીને આ અંગે જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ફેન્સ સત્તાવાર રીતે www.iplt20.com. અથવા PlatinumList.net.ની સાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકશે. જોકે લીગના આયોજકોએ કેટલા દર્શકોને પ્રવેશ અપાશે એ અંગે સત્તાવાર આંકડો બહાર પાડ્યો નથી. પરંતુ કોવિડ પ્રોટોકોલને અનુસરીને તથા UAEના પ્રોટોકોલ પ્રમાણે ફેન્સને પ્રવેશ અપાશે તેવી જાહેરાત કરાઈ છે.

BCCI માટે આ એક નવી સિદ્ધિ સમાન
લગભગ 28 મહિના પછી દર્શકોને મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ મળવો એ BCCI માટે નવી સિદ્ધિ સમાન જ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી વાર મે 2019માં ઈન્ડિયામાં રમાયેલી IPLની 12મી સિઝનની મેચ જોવા માટે દર્શકો આવ્યા હતા. ત્યારપછી 2020માં UAE અને 2021માં ઈન્ડિયામાં રમાયેલા પહેલી IPLમાં કોવિડ પ્રોટોકોલના પરિણામે દર્શકોને પ્રવેશ અપાયો નહતો. તેવામાં હવે BCCIને પહેલા ફેઝમાં જે નુકસાન વેઠવું પડ્યું હતું તેને સરભર પણ કરી શકે છે.

બાકી રહેલી 31 મેચ ત્રણ શહેરમાં રમાશે
IPLની બાકી રહેલી 31 મેચ 27 દિવસમાં દુબઈ, શારજાહ અને અબૂ ધાબીમાં રમાશે. તેના પહેલા ફેઝમાં કોરોના મહામારીને કારણે 4 મેના દિવસે સ્થગિત કરાઈ હતી. તેવામાં 2 મે સુધી કુલ 29 મેચ રમાઈ હતી. IPL 2021 સ્થગિત થઈ ત્યાં સુધી દિલ્હી કેપિટલ્સ 8 મેચમાં 6 જીત સાથે ટોપ પર છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે પાંચ મેચમાં જીત સાથે બીજા તથા રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ પાંચ મેચ જીતીને ત્રીજા સ્થાન પર છે.

ટોપ-3 ટીમઃ

અન્ય સમાચારો પણ છે...