• Gujarati News
  • Sports
  • Cricket
  • BBL| First Gave Out The Better, Then Abruptly Changed The Decision And Said Not Out; Dance Moves Were Also Signaled

અમ્પાયર અસમંજસમાં:પહેલા બેટરને આઉટ આપ્યો, પછી અચાનક નિર્ણય બદલીને કીધું નોટઆઉટ; ડાન્સ મૂવ્ઝ કરી સિગ્નલ પણ આપ્યા

21 દિવસ પહેલા
  • પર્થ સ્કોચરે 50 રનથી આ મેચ જીતી

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બિગ બેશ લીગમાં અમ્પાયર બ્રુસ ઓક્સેનફોર્ડ આઉટ-નોટ આઉટ મુદ્દે અસમંજસમાં મુકાયા હતા. આ સમગ્ર ઘટના 14મી ઓવરમાં ઘટી હતી, જેમાં અમ્પાયર બ્રુસ ઓક્સફર્ડ અચાનક નોટઆઉટ ખેલાડીને આઉટ આપી દેતા અસમંજસમાં મુકાયા હતા. જોકે ત્યારપછી તાત્કાલિક અમ્પાયરને પોતાની ભૂલ સમજાઈ અને ખેલાડી નોટઆઉટ છે એમ બોલર અને ફિલ્ડિંગ ટીમને કહી ઈશારો કરવા લાગ્યા હતા. ત્યારપછી મેચની અંતિમ ઓવરમાં ડાન્સ મૂવ્ઝના અંદાજમાં પાવર સર્જ સિગ્નલ આપ્યું હતું. તો ચલો આપણે આ સમગ્ર ઘટના પર નજર ફેરવીએ....

બેટર શોટ ચૂક્યો અને બોલ હેલ્મેટે વાગ્યો
બીગ બેશ લીગ 2021-22ના સીઝનની 31મી મેચ પર્થ સ્કોચર્સ અને મેલબર્ન સ્ટાર્સ વચ્ચે રમાઈ રહી હતી. આ દરમિયાન પર્થની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે 14મી ઓવરમાં કેપ્ટન એશ્ટન ટર્નર સામે કોટ બિહાઈન્ડની અપિલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે એશ્ટન શોર્ટ લેગ પર લોફ્ટોડ શોટ મારવા ગયો ત્યારે બોલ તેના હેલ્મેટ પર વાગ્યે જેથી અવાજ પણ આવ્યો અને વિકેટ કીપર પાસે એક સરળ કેચ જતો રહ્યો હતો.

અમ્પાયરે બેટરને ભૂલથી આઉટ આપી દીધો
આના કારણે મેલબર્નના ખેલાડીએ એશ્ટન વિરૂદ્ધ આઉટની અપિલ કરી હતી. જેના જવાબમાં અમ્પાયર બ્રુસ ઓક્સેનફોર્ડેને જાણ હતી કે બોલ હેલ્મેટે વાગ્યો છે છતા ભૂલથી આઉટનો ઈશારો કરી દીધો હતો. થોડા સમય માટે તો બોલિંગ ટીમ પણ ઉજવણી કરવા લાગી હતી પરંતુ અમ્પાયરને પોતાની ભૂલ અંગે જાણ થતા તાત્કાલિક તેણે બોલર અને બેટર સામે ઈશારો કરી નોટઆઉટનો ઈશારો કર્યો હતો.

અમ્પાયરે ડાન્સ મૂવ્ઝ કરતો ઈશારો કર્યો
મેલબર્નની બેટિંગ ચાલી રહી હતી ત્યારે ઈનિંગની 16મી ઓવરમાં અમ્પાયર બ્રુસ ઓક્સેનફોર્ડે ડાન્સ મૂવ્ઝ કરીને પાવર સર્જ સિગ્નલનો ઈશારો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટે પણ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે પર્થની ઈનિંગમાં આ અમ્પાયર પોતાના આઉટ-નોટઆઉટ નિર્ણયના કારણે તથા મેલબર્નની બેટિંગ દરમિયાન પાવર સર્જના ઈશારાથી ચર્ચામાં રહ્યા હતા.

પર્થ સ્કોચરે મેચ જીતી
બીગ બેશ લીગની મેચમાં પર્થ સ્કોચરે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેની 20 ઓવરમાં ટીમે 8 વિકેટના નુકસાને 180 રનનો સ્કોર કર્યો હતો. આને ચેઝ કરવા ઉતરેલી મેલબર્ન સ્ટાર્સની ટીમ 18.5 ઓવરમાં માત્ર 130ના સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી પર્થ સ્કોચરે 50 રનથી આ મેચ જીતી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...