બિગ બેશ લીગમાં ફૂટ્યો કોરોના બોમ્બ:ગ્લેન મેક્સવેલ પોઝિટિવ, મેલબર્ન સ્ટાર્સના 13 ખેલાડી સહિત 20 સભ્ય પણ સંક્રમિત

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયાનો મિડલ ઓર્ડર બેટર ટ્રેવિસ હેડ પણ કોવિડ પોઝિટિવ

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોરોના સંક્રમિત થયો છે. મેક્સવેલ બિગ બેશ લીગમાં મેલબર્ન સ્ટાર્સનો કેપ્ટન છે. તે પોતાની ટીમનો 13મો ખેલાડી છે જે કોવિડ પોઝિટિવ આવ્યો છે. આની પહેલા મેલબર્ન સ્ટાર્સના 12 ખેલાડી અને 8 સપોર્ટિંગ સ્ટાફ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

મેલબર્ન સ્ટાર્સે પોતાના નિવેદનમાં કહ્યું કે અમારા કેપ્ટન મેક્સવેલે મંગળવારે એન્ટીજન ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો છે. હવે અને તેનો RT-PCR ટેસ્ટ કર્યો છે અને તેને આઈસોલેશનમાં રાખ્યો છે.

આની પહેલા બ્રિસ્બેન હીટ ટીમના ખેલાડી રેપીડ એન્ટીજન ટેસ્ટ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. જેના કારણે બિગ બેશ લીગની 3 મેચનું શિડ્યૂલ અંતિમ સમયે બદલવું પડ્યું હતું.

એશિઝ સામે કોરોના સંકટ
એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ પહેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્ગ્રા કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. જેના કારણે હવે તે સિડની ટેસ્ટના પહેલા દિવસોમાં જોવા નહીં મળે. મેક્ગ્રા આ સિરીઝમાં બ્રોડકાસ્ટ ચેનલની કોમેન્ટ્રી પેનલનો ભાગ હતો.

ઓસ્ટ્રેલિયાનો મિડલ ઓર્ડર બેટર ટ્રેવિસ હેડ પણ કોવિડ પોઝિટિવ મળી આવ્યા હતા. તે સિડની ટેસ્ટ ટીમમાં સામેલ છે. હવે તેના સ્થાને ઉસ્માન ખ્વાજાને તક મળી છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના CEO કોવિડ પોઝિટિવ
CAના CEO નિક હોકલે પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. બોર્ડ દ્વારા કહેવાયું હતું કે હોકલેનો PCR ટેસ્ટ કરાયો છે જેમાં તે પોઝિટિવ મળી આવ્યા છે. અત્યારે તેમનામાં કોવિડના લક્ષણો મળી આવતા આઈસોલેશનમાં છે અને સ્વાસ્થ્ય પણ સારું છે.

અન્ય સમાચારો પણ છે...