હાર છતાં યાદ રહેશે મેચની 5 મોમેન્ટ્સ:સુંદરની સૂર્યા જેવી બેટિંગ, ચહલે કેચ છોડ્યો; શાર્દૂલની ખરાબ ફિલ્ડિંગ

21 કલાક પહેલા

ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની વન-ડે સિરીઝમાં ભારતને 7 વિકેટે હાર આપી છે. ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાનમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 306 રન બનાવ્યા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે કેપ્ટન વિલિયમસન અને ટોસ લેથમની પાર્ટનરશિપને કારણે 47.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.

આ હાઇસ્કોરિંગ મેચમાં વોશિંગટન સુંદરની સૂર્યકુમાર યાદવ જેવી શાનદાર બેટિંગ, ઉમરાન મલિકની સ્પીડ, યુઝવેન્દ્ર ચહલની ખરાબ ફિલ્ડિંગ જેવા મોમેન્ટ્સ જોવા મળ્યા. મેચના આવા કેટલાક ટોપ મોમેન્ટ્સ આ સ્ટોરીમાં જાણીશું.

સુંદરની સૂર્યા જેવી બેટિંગ
ઓકલેન્ડના નાના સ્ટેડિયમમાં ભારતના સૂર્યકુમાર યાદવ કંઈ ખાસ ન કરી શક્યા, પરંતુ 7 નંબર પર બેટિંગ કરવા ઉતરેલા વોશિંગટન સુંદરે તેમની કમી પૂરી કરી. સુંદરે 16 બોલમાં 231.25ના સ્ટ્રાઈક રેટથી 37 રન બનાવ્યા. તેની આ ઈનિંગમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગાનો સમાવેશ થાય છે. સુંદરે ઈનિંગના 49મી ઓવરમાં હેનરીને વાઈડ લાઈનની બહાર જઈને સ્કૂપ કર્યો. આ બોલ પર 4 રન મળ્યા. આ ઓવરના અંતિમ 3 બોલ પર 14 રન બનાવ્યા.

ભારતના વોશિંગ્ટન સુંદરે 16 બોલમાં 37 રન બનાવ્યા હતા
ભારતના વોશિંગ્ટન સુંદરે 16 બોલમાં 37 રન બનાવ્યા હતા

ઉમરાને 153ની સ્પીડનો બોલ ફેંક્યો
ઉમરાને પહેલી ઓવરમાં 4 બોલ 145 કિમી પ્રતિ કલાકની ઝડપે નાખ્યાં. ત્યાર પછી સ્પેલના ત્રીજા ઓવરમાં 153.1 kmphની સ્પીડનો બોલ ફેંકી મેચનો બીજા નંબરનો સૌથી ફાસ્ટ બોલ રેકોર્ડ કર્યો. સૌથી ફાસ્ટ બોલ વિરોધી ટીમના લોકી ફર્ગ્યુસન(153.4)એ નાખ્યો. ભારત માટે પોતાની પહેલી વન-ડે રમનાર ઉમરાને પોતાના પહેલા સ્પેલમાં 2 વિકેટ લીધી.

ઉમરાન, જે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ પેસ લેજેન્ડ ડેલ સ્ટેનને પોતાનો આદર્શ માને છે, તેણે અગાઉ આઈપીએલમાં પણ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે તેણે છેલ્લી IPLમાં દિલ્હી કેપિટલ્સ સામે 157 kmphની ઝડપે બોલિંગ કરી હતી.

આ મેચમાં ઉમરાન મલિકે 2 વિકેટ લીધી હતી.
આ મેચમાં ઉમરાન મલિકે 2 વિકેટ લીધી હતી.

શાર્દૂલની એક ઓવરમાં 25 રન
શાર્દૂલ ઠાકુરે 40 ઓવર પહેલા સારી બોલિંગ કરી હતી. પરંતુ ઈનિંગની 40મી ઓવરમાં 6 બોલ પર 25 રન આપ્યા. ન્યૂઝીલેન્ડના ટોમ લેથમે શાર્દૂલની ઓવરના શરૂઆતી 5 બોલમાં એક છગ્ગો અને 4 ચોગ્ગા ફટકાર્યા. શાર્દૂલે ઓવરમાં બે વાઈડ બોલ ફેંક્યા. છેલ્લા બોલે એક રન લઈને લેથમે પોતાની સદી પૂરી કરી. આ રીતે શાર્દૂલની ઓવરમાં આવેલા 25 રન મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

શાર્દૂલ ઠાકુરે ઇનિંગની 40મી ઓવરમાં 25 રન આપ્યા હતા. તેણે 9 ઓવરમાં એક વિકેટે 63 રન આપીને પોતાના સ્પેલનો અંત કર્યો હતો. આ પહેલા તેણે 7 ઓવરમાં માત્ર 29 રન આપ્યા હતા.
શાર્દૂલ ઠાકુરે ઇનિંગની 40મી ઓવરમાં 25 રન આપ્યા હતા. તેણે 9 ઓવરમાં એક વિકેટે 63 રન આપીને પોતાના સ્પેલનો અંત કર્યો હતો. આ પહેલા તેણે 7 ઓવરમાં માત્ર 29 રન આપ્યા હતા.

યુઝવેન્દ્ર ચહલે આસાન કેચ છોડ્યો હતો
ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 8મી ઓવરમાં શાર્દુલ ઠાકુરની ઓવરના પહેલા જ બોલ પર યુઝવેન્દ્ર ચહલે એક સરળ કેચ છોડ્યો હતો. શાર્દૂલનો લેન્થ બોલ, ફિન એલન તેને લેગ સાઇડ તરફ રમે છે. બોલ હવામાં ગયો, પરંતુ શોર્ટ મિડ-વિકેટ પર ઊભેલો ચહલ આ કેચ પકડી શક્યો નહીં. જોકે એલન 2 બોલ બાદ જ શાર્દૂલ ઠાકુરનો શિકાર બન્યો હતો.

ફિન એલનનો સરળ કેચ છોડ્યા બાદ યુઝવેન્દ્ર ચહલે નિરાશ થયો હતો.
ફિન એલનનો સરળ કેચ છોડ્યા બાદ યુઝવેન્દ્ર ચહલે નિરાશ થયો હતો.

શાર્દૂલની ખરાબ ફિલ્ડિંગ
ભારતને મેચમાં પહેલી સફળતા અપાવનાર શાર્દૂલ ઠાકુરે સમગ્ર મેચમાં ખરાબ ફિલ્ડિંગ કરી. 23મી ઓવરમાં ઉમરાન મલિકના બોલ પર ન્યૂઝીલેન્ડના ટોમ લેથમે કટ કર્યો. બોલ થર્ડ મેન પર ઉભેલા શાર્દૂલ ઠાકુર પાસે ગયો. શાર્દૂલે બેદરકારી કરી. જેને કારણે બોલ પગ વચ્ચેથી બાઉન્ડ્રી પાર જતો રહ્યો.

ન્યૂઝીલેન્ડના ફ્લાઇંગ ફિલિપ્સ
બે અઠવાડિયા પહેલા પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ડાઇવિંગ કેચ લેનાર ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સે પણ ભારત સામે શાનદાર કેચ લીધો હતો. 46મી ઓવરમાં એડમ મિલ્નેના બોલ પર ભારતના સંજુ સેમસને લેગ સાઇડ તરફ શોટ રમ્યો હતો. બોલ ડીપ સ્ક્વેર લેગ તરફ હવામાં ઉડે છે. શાનદાર રીતે નિર્ણય લેતાં, ડીપ મિડ-વિકેટ પર ઊભેલા ફિલિપ્સે કેચ લેવા માટે દોડીને ડાઇવ કરી. સેમસન 38 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...