• Gujarati News
  • Sports
  • Cricket
  • Bangladeshi Players Celebrated In Flooding In The Dressing Room, Beating New Zealand At Home; Video Viral

વર્લ્ડ ચેમ્પિયનને હરાવવાની ખુશી:બાંગ્લાદેશી પ્લેયર્સે ડ્રેસિંગ રૂમમાં પૂર જોશમાં ઉજવણી કરી, ન્યૂઝીલેન્ડને તેના જ ઘરમાં હરાવ્યું; વીડિયો વાઈરલ

16 દિવસ પહેલા
  • બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને ટેસ્ટ મેચમાં 8 વિકેટથી હરાવ્યું

બાંગ્લાદેશે વર્લ્ડ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને હરાવી ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને તેના ઘરઆંગણે ટેસ્ટમાં 8 વિકેટથી માત આપી છે. તેવામાં આ ઐતિહાસિક જીત પછી તેમની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આમાં બાંગ્લાદેશી ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં એકબીજા સાથે મસ્તી કરતા નજરે પડ્યા હતા.

આ વીડિયોમાં તમામ ખેલાડી અને સ્ટાફ એકબીજાના ખભા પર હાથ રાખી ઊભા રહ્યા છે. આ દરમિયાન ટીમના 34 વર્ષીય અનુભવી ખેલાડી મુશફિકુર રહીમ દરેકને જીતની શુભેચ્છા પાઠવી રહ્યો છે. ત્યારપછી તમામ ખેલાડી એક સાથે કૂદકા મારતા જોવા મળ્યા હતા. વીડિયોમાં રહીમ કહી રહ્યો છે કે અમે ઐતિહાસિક જીત દાખવી એની સંપૂર્ણપણે ઉજવણી કરવા માગીએ છીએ. ત્યારપછી તમામ ખેલાડી ખુશીથી નાચવા લાગે છે.

બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઐતિહાસિક જીતની નજીક આવી ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમે બીજી ઈનિંગમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જે બાંગ્લાદેશ વિરૂદ્ધ તેનો સૌથી ઓછો સ્કોર છે. પહેલી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ 130 રનથી પાછળ હતી, જેનાથી બાંગ્લાદેશને જીત માટે માત્ર 40 રન કરવાના હતા, જે સ્કોરને બાંગ્લાદેશે 2 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...