• Gujarati News
  • Sports
  • Cricket
  • Bangladesh Won The Test Against New Zealand For The First Time In 21 Years, Beat The Kiwis At Home After 11 Years

બાંગ્લાદેશે NZને પછાડ્યું:21 વર્ષમાં પહેલીવાર ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ જીતી, 11 વર્ષ પછી કીવી ટીમને ઘરઆંગણે હરાવી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ માઉન્ટ માઉંગાનુઈમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમે ઈતિહાસ રચ્યો છે. તેણે કીવી ટીમને 8 વિકેટથી હરાવી ન્યૂઝીલેન્ડ સામે 21 વર્ષમાં પહેલી વાર ટેસ્ટ જીત દાખવી છે. બાંગ્લાદેશે 11 વર્ષ પછી કીવી ટીમને ઘરઆંગણે હરાવી છે.

  • આની પહેલા બાંગ્લાદેશની ટીમે ન્યૂઝીલેન્ડમાં 9 ટેસ્ટ, 16 વનડે અને 7 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, પરંતુ આ તમામ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
  • બાંગ્લાદેશ 7 જાન્યુઆરી 2011 પછી ન્યૂઝીલેન્ડને તેની ધરતી પર હરાવનારી પહેલી એશિયન ટીમ બની ગઈ છે. આની પહેલા પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને તેના ઘરઆંગણે હરાવ્યું હતું.

કીવી ટીમ લગભગ પાંચ વર્ષ પછી પોતાના ઘરઆંગણે ટેસ્ટ મેચ હારી છે. બાંગ્લાદેશ પહેલા ન્યૂઝીલેન્ડને દક્ષિણ આફ્રિકાએ તેમના ઘરઆંગણે હરાવ્યું હતું. આ ટેસ્ટ મેચ માર્ચ 2017માં રમાઈ હતી. આફ્રિકાની ટીમે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.

બીજી ઈનિંગમાં ન્યુઝીલેન્ડ 169 રનમાં ઓલઆઉટ
પાંચમા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ બીજા દાવમાં માત્ર 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ વિકેટ 6 વિકેટ ઇબાદત હુસૈને લીધી હતી. આની સાથે જ તસ્કીન અહેમદે પણ 3 વિકેટ લીધી જ્યારે મેહદી હસને એક વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશે 2001માં NZ સામે પહેલી ટેસ્ટ મેચ રમી હતી
બાંગ્લાદેશને જીતવા માટે 40 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 2 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે મેચમાં પહેલા બેટિંગ કરતા 328 રન કર્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશે 458 રનનો તોતિંગ ટાર્ગેટ નોંધાવ્યો હતો.

  • બાંગ્લાદેશે તેની પહેલી ટેસ્ટ મેચ 2001માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.
  • ત્યાર પછી બંને દેશો વચ્ચે 16 ટેસ્ટ મેચ રમાઈ હતી.
  • બાંગ્લાદેશ 12 મેચ હારી અને 3 મેચ ડ્રો રહી હતી.
અન્ય સમાચારો પણ છે...