ટીમ ઈન્ડિયાએ જીતેલી મેચ હાથમાંથી ગુમાવી:બાંગ્લાદેશનો 1 વિકેટે રોમાંચક વિજય, મેહદી હસને ભારત પાસેથી એકલા હાથે મેચ ઝૂંટવી લીધી

2 મહિનો પહેલા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝની પહેલી મેચ આજે મીરપુરમાં રમાઈ ગઈ હતી. જેમાં બાંગ્લાદેશે 1 વિકેટે રોમાંચક મેચમાં જીત મેળવી હતી. આ મેચનો હીરો મેહદી હસન મિરાજ રહ્યો હતો. તેણે એકલા હાથે ભારત પાસેથી મેચ ઝૂંટવી લીધી હતી. બાંગ્લાદેશે 187 રનના ટોર્ગેટને 46 ઓવરમાં 9 વિકેટેના નુક્સાને ચેઝ કરી લીધો હતો.

અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતીને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. બાંગ્લાદેશનો આ નિર્ણય તેમના યોગ્ય ઠેરતા તેઓએ ટીમ ઈન્ડિયાને 41.2 ઓવરમાં 186 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 5 વિકેટ ઝડપી હતી. તો ઇબાદત હુસૈને 4 વિકેટ ઝડપી હતી. એક વિકેટ મહેદી હસન મિરાજને મળી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ કેએલ રાહુલ બનાવ્યા હતા. તેણે એકલાએ લડત આપી હતી અને 70 બોલમાં 73 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના બાકીના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા.

બાંગ્લાદેશની ઇનિંગની છેલ્લી વિકેટનો નાટ્યક્રમ

બાંગ્લાદેશની 9મી વિકેટ 39.2 ઓવરે પડી હતી, ત્યારે ટીમને 51 રન જોતા હતા. 9 વિકેટ પડી ગઈ ત્યારે ભારત આરામથી જીતી જશે, તેવું લાગી રહ્યું હતું. જોકે મેહદી હસન મિરાજે કમાલ દેખાડતા 39 બોલમાં 38 રનના વિજયી ઇનિંગ રમીને એકલા હાથે ભારત પાસેથી મેચ ખેંચી લીધી હતી. અને બાંગ્લાદેશને જિતાડી દીધું હતું.

રન ચેઝમાં 10મી વિકેટ માટે મેચ વિનિંગ પાર્ટનરશિપ
બાંગ્લાદેશની 9મી વિકેટ પડી હતી, ત્યારે તેમને જીત માટે 51 રનની જરૂર હતી. ત્યારેસ ક્રિઝ પર મેહદી હસન મિરાજ અને મુસ્તફિઝુર રહમાન હતા. તેઓ બન્ને વચ્ચે 51* રનની પાર્ટનરશિપ થઈ હતી, અને મેચ તેમણે જીતી લીધી હતી. આ 10મી વિકેટ માટે રન ચેઝમાં ચોથી સૌથી મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી. આ લિસ્ટમાં પહેલા નંબરે વેસ્ટઈન્ડિઝના ડેરેક મુરે અને એન્ડી રોબર્ટ્સ છે. 1975ના પ્રુડેન્શિયલ કપ (હવે વર્લ્ડ કપ)માં આ બન્ને ખેલાડીઓએ 10મી વિકેટ માટે 64* રન જોડ્યા હતા અને પાકિસ્તાન સામેની મેચ 2 બોલ બાકી રાખીને જીતી લીધી હતી. આ મેચમાં પાકિસ્તાને વેસ્ટઈન્ડિઝને 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે વેસ્ટઈન્ડિઝે 59.4 ઓવર (ત્યારે 60 ઓવરની વન-ડે મેચ રમાતી) ચેઝ કરી લીધો હતો. ત્યારે ડેરેક મુરેએ 76 બોલમાં 61* રન બનાવ્યા હતા. જ્યારે એન્ડી રોબર્ટ્સે 48 બોલમાં 24 રન કર્યા હતા. એ જ વર્ષે પહેલો વર્લ્ડ કપ રમાયો હતો. જેમાં વેસ્ટઈન્ડિઝે જીતી લીધો હતો.

સિરાજે 3 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં માત્ર 32 રન જ આપ્યા હતા.
સિરાજે 3 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં માત્ર 32 રન જ આપ્યા હતા.
કુલદીપ સેને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. અને ટીમને ગેમમાં લાવી દીધી હતી.
કુલદીપ સેને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. અને ટીમને ગેમમાં લાવી દીધી હતી.
દીપક ચહરે પહેલા જ બોલે વિકેટ લીધી હતી.
દીપક ચહરે પહેલા જ બોલે વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીએ શાનદાર કેચ કર્યો
વિરાટ કોહલીએ કવર્સ પર શાનદાર કેચ કર્યો હતો. 24મી ઓવરમાં શાકિબ અલ હસન 29 રને હતો, અને વોશિંગ્ટન સુંદર બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે શાકિબે કવર્સ ઉપર શોટ ફટકારીને ચોગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કવર્સ પર ઊભેલા વિરાટ કોહલીએ જોરદાર કેચ કર્યો હતો.

ટીમ ઈન્ડિયામાંથી એકમાત્ર કેએલ રાહુલે લડત આપતા 70 બોલમાં 73 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયામાંથી એકમાત્ર કેએલ રાહુલે લડત આપતા 70 બોલમાં 73 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશના સ્ટાર પ્લેયર શાકિબ અલ હસને તરખાટ મચાવ્યો હતો. અને 10 ઓવરમાં 2 મેડન સાથે 36 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશના સ્ટાર પ્લેયર શાકિબ અલ હસને તરખાટ મચાવ્યો હતો. અને 10 ઓવરમાં 2 મેડન સાથે 36 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
ઇબાદત હુસૈને 8.2 ઓવરમાં 47 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
ઇબાદત હુસૈને 8.2 ઓવરમાં 47 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
શાકિબ અલ હસને એક જ ઓવરમાં બે મોટી વિકેટ ઝડપી હતી. તેણે પહેલા કેપ્ટન રોહિતને અને પછી વિરાટ કોહલીને આઉટ કર્યો હતો.
શાકિબ અલ હસને એક જ ઓવરમાં બે મોટી વિકેટ ઝડપી હતી. તેણે પહેલા કેપ્ટન રોહિતને અને પછી વિરાટ કોહલીને આઉટ કર્યો હતો.
રોહિત શર્માએ શરૂઆત સારી કરી હતી. પરંતુ તે શાકિબ અલ હસનની બોલિંગમાં ક્લિન બોલ્ડ થયો હતો.
રોહિત શર્માએ શરૂઆત સારી કરી હતી. પરંતુ તે શાકિબ અલ હસનની બોલિંગમાં ક્લિન બોલ્ડ થયો હતો.
મેહદી હસન મિરાજે શિખર ધવનની વિકેટ લીધી હતી.
મેહદી હસન મિરાજે શિખર ધવનની વિકેટ લીધી હતી.
કુલદીપ સેનને કેપ્ટન રોહિત શર્માના હાથે ડેબ્યૂ કેપ મળી હતી.
કુલદીપ સેનને કેપ્ટન રોહિત શર્માના હાથે ડેબ્યૂ કેપ મળી હતી.

બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ સેને ડેબ્યૂ કર્યું હતું. રિષભ પંતને મેડિકલ કારણથી વન-ડે સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

બન્ને ટીમની પ્લેઇંગ-11
બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), અનામુલ હક, શાકિબ અલ હસન, એન.એચ. શાન્તો, મુશ્ફિકર રહીમ, મહમદુલ્લાહ, આફિફ હુસૈન, મેહદી હસન મિરાજ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહમાન અને ઇબાદત હુસૈન.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ અને કુલદીપ સેન.

રિષભ પંત ટેસ્ટમાં રમી શકે છે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર રિષભ પંત કોઈ મેડિકલ કારણોસર બાંગ્લાદેશ સામેની 3 મેચની વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ત્યારે આ વિશે BCCIએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. ત્યારે હવે તેઓ બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝથી ટીમમાં પરત ફરી શકે છે.

ટીમ ઈન્ડિયા સાત વર્ષ પછી વન-ડે રમી રહી છે
ટીમ ઈન્ડિયા 7 વર્ષ પછી બાંગ્લાદેશમાં વન-ડે મેચ રમશે. ભારતે છેલ્લે 2015માં અહીં વન-ડે રમી હતી. આ ફોર્મેટનો વર્લ્ડ કપ આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે. તેની તૈયારીના કારણે, ભારતે સિરીઝમાં તેની મેઈન ટીમને મેદાનમાં ઉતારી છે.

હવે જાણી લો કે 2022માં ભારતના ટૉપ સ્કોરર અને ટૉપ વિકેટ ટેકર કોણ છે..?