તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Bangladesh Chase Target Without Knowing Target In T20 Against New Zealand, Find Target After Playing 9 Balls

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ન્યૂઝીલેન્ડ સામેની T20માં ટાર્ગેટની જાણકારી વગર ચેઝ કરવા ઊતરી બાંગ્લાદેશની ટીમ, 9 બોલ રમ્યા પછી ખબર પડ્યો લક્ષ્યાંક

નેપિયર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંગ્લાદેશની ટીમને લાગ્યું હતું કે તેમને 148 રન ચેઝ કરવાના છે, 9 બોલ પડ્યા બાદ ખબર પડી કે ટાર્ગેટ 170 રનનો છે
  • મેચ રેફરી જેફ ક્રોએ ડકવર્થ લુઈસ સ્ટર્ન (DLS) સિસ્ટમના આધારે ટાર્ગેટ સેટ કરવાનો હતો, જેમાં સમય લાગ્યો હતો

તમે અત્યારસુધી ક્રિકેટ મેચને વરસાદ, જાનવર, દર્શકોના વિવાદ અથવા વધુપડતા સૂરજને લીધે અટકતા જોઈ હશે, પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે ટાર્ગેટના કન્ફ્યુઝનને લીધે મેચ અટકી હોય? ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી T20માં આવું જ કંઈક થયું. નેપિયરમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશની ટીમે ટાર્ગેટ જાણ્યા વગર રનચેઝનો પ્રારંભ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વરસાદને લીધે આ મેચમાં મેચ રેફરી જેફ ક્રોએ ડકવર્થ લુઈસ સ્ટર્ન (DLS) સિસ્ટમના આધારે ટાર્ગેટ સેટ કરવાનો હતો, જેમાં સમય લાગ્યો હતો.

રેફરી DLS પ્રમાણે સમયસર ટાર્ગેટ સેટ નહોતા કરી શક્યા
જ્યારે બાંગ્લાદેશની બેટિંગ શરૂ થઈ ત્યારે તેમને લાગ્યું કે 148 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો છે, પણ આ અંગે ખાતરી નહોતી. તેમની ઇનિંગ્સમાં 9 બોલ ફેંકાયા હતા ત્યારે મેચ રોકવામાં આવી હતી. બાંગ્લાદેશને કહેવામાં આવ્યું હતું કે તેમને 148ની જગ્યાએ 170 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો છે. આ બધી ગડબડ એટલે થઈ, કારણ કે મેચ રેફરી બાંગ્લાદેશની ઇનિંગ્સ શરૂ થઈ ત્યાં સુધીમાં DLS પ્રમાણે ટાર્ગેટ સેટ કરી શક્યા નહોતા, તેથી ખબર પડી, ત્યારે બાંગ્લાદેશની ઇનિંગ્સ રોકીને તેમને ફરીથી ટાર્ગેટ કહેવામાં આવ્યો હતો. એ સાથે જ ક્રિકેટ ઇતિહાસમાં ટાર્ગેટ ખબર ન હોવાથી મેચ અટકી હોવાની ઘટના બની છે.

આ અંગે ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમી નિશમે ટ્વીટ કરીને પૂછ્યું હતું કે એવું કેવી રીતે બને કે તમને રનચેઝની શરૂઆતમાં ટાર્ગેટ ખબર ન હોય?

ન્યૂઝીલેન્ડ 28 રને મેચ જીત્યું
અગાઉ પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડની ટીમે 17.5 ઓવરમાં 5 વિકેટે 173 રન બનાવ્યા હતા. તેમના માટે ગ્લેન ફિલિપ્સે 31 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ્સમાં પાંચ ફોર અને બે સિક્સ મારી. તેના સિવાય ડેરેલ મિચેલે 16 બોલમાં 6 ફોરની મદદથી અણનમ 34 રન કર્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 142 રન જ કરી શકી હતી અને તેમણે 28 રને મેચ ગુમાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો