તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • BAN VS NZ 5TH T20 | NZ Captain Latham And Finn's Aggressive Innings, New Zealand Won The 5th T20 Match By 27 Runs

બાંગ્લાદેશ મેચ હાર્યું, 3-2થી સિરીઝ જીતી:NZના કેપ્ટન લેથમ તથા ફિનની આક્રમક ઈનિંગ, ન્યૂઝિલેન્ડે 5મી T-20 મેચ 27 રનથી જીતી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંગ્લાદેશે 50 રનમાં 4 વિકેટ ગુમાવી, 20 ઓવરમાં 8 વિકેટે 134 રનમાં ઓલઆઉટ

ન્યૂઝીલેન્ડ (NZ) ક્રિકેટ ટીમે ટોમ લેથમની આક્રમક ઈનિંગની સહાયતાથી 5મી T-20 મેચ 27 રનથી જીતી લીધી છે. જોકે કીવી ટીમ આ મેચ જીતી હોવા છતા સિરીઝ 3-2થી હારી ગઈ છે.

NZની ઓપનિંગ જોડીએ 58 રન જોડ્યા
મીરપુરના શેરે બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી કીવી ટીમને ફિન એલન અને રચિન રવિન્દ્રની ઓપનિંગ જોડીએ એક મજબૂત શરૂઆત આપી હતી. તેમણે પહેલી વિકેટ માટે 58 રન જોડ્યો હતા. જોકે બંને ખેલાડી બેક ટુ બેક પેવેલિયન ભેગા થઈ જતા ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી.

કીવી કેપ્ટન લેથમની આક્રમક ફિફ્ટી
ઓપનર્સ બેક ટુ બેક પેવેલિયન ભેગા થયા પછી ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે ઈનિંગને સંભાળી હતી અને 37 બોલમાં 50 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. આ દરમિયાન લેથમનો સાથે ફિન એલને આપ્યો હતો, તેણે પણ 41 રનની આક્રમક ઈનિંગ રમીને ન્યૂઝીલેન્ડનો સ્કોર 20 ઓવરમાં 161 રનને પાર પહોંચાડ્યો હતો. બાંગ્લાદેશના બોલર શોરીફુલ ઇસ્લામે સર્વાધિક 2 વિકેટ લીધી.

બાંગ્લાદેશે 50 રનમાં 4 વિકેટ ગુમાવી
162 રનના ટાર્ગેટને ચેઝ કરવા મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 50 રનની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારપછી ન્યૂઝીલેન્ડના અફીફ હુસૈન (49*) અને મહમદુલ્લાહે (23) 50 રનની પાર્ટનરશિપ નોંધાવીને ઈનિંગને સંભાળી હતી. પરંતુ ન્યૂઝીલેન્ડના બોલર્સ સામે બાંગ્લાદેશના ક્રિકેટર્સ ખાસ પ્રદર્શન દાખવી શક્યા નહતા અને 20 ઓવરમાં 8 વિકેટે 134 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...