• Home
  • Sports
  • Cricket
  • "Ball management is challenging for umpires," said Nitin Mann, a member of the ICC Elite Panel

ક્રિકેટ / ICC એલિટ પેનલમાં સામેલ નીતિન મેનને કહ્યું- બોલ મેનેજમેન્ટ અમ્પાયર્સ માટે પડકારરૂપ 

નીતિન મેનન.
નીતિન મેનન.
X
નીતિન મેનન.નીતિન મેનન.

  • કોરોના મહામારી વચ્ચે 8 જુલાઇથી ક્રિકેટ શરૂ

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:00 AM IST

નવી દિલ્હી. આઇસીસી એલિટ પેનલમાં સામેલ નીતિન મેનનનું માનવું છે કે ક્રિકેટ ફરી શરૂ થયા બાદ અમ્પાયર માટે પણ પડકારો રહેશે. આઇસીસીના નવા નિયમ મુજબ બોલ પર થૂંક લગાવવાની મંજૂરી નહીં હોય. મેનને કહ્યું કે મોટો પડકાર બોલ મેનેજમેન્ટનો હશે. શરૂમાં અમે ખેલાડીઓને પિચ પર દોડવા બદલ અપાય છે તે રીતે ફ્રેન્ડલી વૉર્નિંગ આપીશું. ત્યાર બાદ નિયમનું પાલન કરીશું. 

કોરોના વાઇરસના કારણે હાલ ઇન્ટરનેશનલ મેચોમાં સ્થાનિક અમ્પાયર જ અમ્પાયરિંગ કરશે. તેમનું માનવું છે કે મેચ પહેલાં ક્વોરેન્ટાઇન થવું પણ મોટો પડકાર રહેશે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની શ્રેણીના અમ્પાયર 10 દિવસથી હોટલમાં છે. મેચમાં વિકેટ પડ્યા બાદ કે ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન બોલ અમ્પાયર પાસે રહે છે.

મેનને જણાવ્યું કે અમ્પાયર્સે નક્કી કર્યું છે કે તેઓ સલામતી માટે સેનિટાઇઝર રાખશે. જો કોઇ બોલ પર થૂંક લગાડશે તો તે પછી બોલને સેનિટાઇઝ કરાશે. આઇસીસીના આ ફેરફારોના કારણે ઓવરરેટમાં પણ ફરક પડી શકે છે. મેનને કહ્યું કે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની શ્રેણી બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી