તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિંગ કોહલીનો તાજ છીનવાયો:બાબર આઝમ બન્યો વનડેમાં વર્લ્ડ નંબર-1 બેટ્સમેન, ઇન્ડિયન કેપ્ટન વિરાટ છેલ્લા 41 મહિનાથી ટોપ પર હતો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝહીર અબ્બાસ, જાવેદ મિયાંદાદ અને મોહમ્મદ યુસુફ પછી નંબર-1 વનડે બેટ્સમેન બનનાર બાબર ચોથો પાકિસ્તાની

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ હવે વર્લ્ડ નંબર-1 વનડે બેટ્સમેન બની ગયો છે. તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડીને ટોપ પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોહલી છેલ્લા 41 મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વનડે રેન્કિંગમાં ટોપ પર હતો. બાબરને સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં 94 રન કરવા બદલ 13 પોઈન્ટ્સ મળ્યા હતા. તેણે અત્યારે પોતાના કરિયર-બેસ્ટ 865 પોઈન્ટ્સ મેળવી લીધા છે. તે કોહલી (858) કરતાં 8 પોઈન્ટ્સ આગળ છે.

ઓક્ટોબર 2017થી વિરાટ હતો નંબર વન
સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં બાબરે કુલ 228 રન બનાવ્યા હતા. તેનો તેને રેન્કિંગમાં જોરદાર ફાયદો થયો. કોહલી ઓક્ટોબર 2017થી વનડે રેન્કિંગમાં ટોપ પર હતો. કોહલી તે સમયે એબી ડિવિલિયર્સને રિપ્લેસ કરીને વર્લ્ડ નંબર-1 બેટ્સમેન બન્યો હતો.

બાબર વનડેમાં નંબર-1 બેટ્સમેન બનનાર ચોથો પાકિસ્તાન
બાબર વનડેમાં નંબર-1 બેટ્સમેન બનનારની સિદ્ધિ મેળવનાર ચોથો પાકિસ્તાન ખેલાડી છે. તેની પહેલાં ઝહીર અબ્બાસ (1983-84), જાવેદ મિયાંદાદ (1988-89) અને મોહમ્મદ યુસુફ (2003)માં નંબર-1 બેટ્સમેન બન્યા હતા.

તાજ જાળવી રાખવા વધુ મહેનત કરીશ
બાબરે કહ્યું કે, આ મારા માટે એક મહત્ત્વની સિદ્ધિ છે. નંબર-1 પર બની રહેવા મારે પહેલા કરતા વધુ મહેનત કરવી પડશે. હું અગાઉ ટી-20માં પણ નંબર-1 બેટ્સમેન બન્યો હતો. પરંતુ મારુ સપનું ટેસ્ટમાં નંબર-1 બેટ્સમેન બનવાનું છે. ટેસ્ટથી ઊંચું કઈ નથી. હાલ હું વનડેમાં નંબર-1 પર બની રહેવા વધુ મહેનત કરવા મક્કમ છું.

અન્ય સમાચારો પણ છે...