• Gujarati News
  • Sports
  • Cricket
  • Babar Was On The Boundary In The Match Against Sri Lanka, Keeper Rizwan Took The Review Without Asking Him

બાબરે અમ્પાયરને કહ્યું- DRS લેતા પહેલાં મને તો પૂછો:શ્રીલંકા સામેની મેચમાં બાબર બાઉન્ડરી પર હતો, કીપર રિઝવાને પૂછ્યા વગર લઈ લીધો રિવ્યૂ

21 દિવસ પહેલા

એશિયા કપની સુપર-4 મેચમાં શુક્રવારે શ્રીલંકાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. શુક્રવારે પાકિસ્તાને પહેલી બેટિંગ કરતાં 122 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 3 ઓવર બાકી રાખીને જ આ ટાર્ગેટ પાર પાડી લીધો હતો. જોકે આ હારથી પાકિસ્તાનને કોઈ ફરક પડતો નથી, કારણ કે પાકિસ્તાન પહેલેથી જ ફાઈનલમાં પહોંચી ગયું છે. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રવિવારે 14 સપ્ટેમ્બરે રમાશે.

શુક્રવારે શ્રીલંકાની ઇનિંગ દરમિયાન પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ રિઝવાન અને ફિલ્ડ અમ્પાયરે એવું કામ કર્યું, જેને કારણે બાબર આઝમને ઈશારો કરવો પડ્યો કે ટીમનો કેપ્ટન હું છું. આ પૂરો ઘટનાક્રમ કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેનો વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે.

રિઝવાને બાબરને પૂછ્યા વગર જ લઈ લીધો DRS
શ્રીલંકાની ઇનિંગની 16મી ઓવરમાં બોલિંગ હસન અલી કરી રહ્યો હતો. ઓવરના બીજા બોલ પર શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ સ્કૂપ શોટ મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બોલ બેટને અડ્યો નહોતો અને વિકેટકીપર રિઝવાનના ગ્લવ્ઝમાં આવી ગયો હતો.

રિઝવાનને લાગ્યું હતું કે બોલ આઉટસાઇડ એડ્જ લાગી છે, એટલે તેણે અપીલ કરી હતી, પરંતુ ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ નોટઆઉટ આપ્યો હતો. આ પછી તરત જ રિઝવાને DRS લેવા માટે ઈશારો કર્યો હતો. તો ઓનફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ પણ એને મંજૂર કરી દીધો હતો.

રિઝવાનના DRS લેવા પર ફિલ્ડ અમ્પાયરને આઝમે ઈશારો કર્યો હતો કે 'હું ટીમનો કેપ્ટન છું.'
રિઝવાનના DRS લેવા પર ફિલ્ડ અમ્પાયરને આઝમે ઈશારો કર્યો હતો કે 'હું ટીમનો કેપ્ટન છું.'

DRS મંજૂર થવા પર નાખુશ આઝમ
રિઝવાનના કહેવાથી DRS મંજૂર કરવા પર બાઉન્ડરી લાઈન પર ફિલ્ડિંગ કરી રહેલા કેપ્ટન બાબર આઝમ તરત જ ઓનફિલ્ડ અમ્પાયરની પાસે પહોંચ્યો હતો. તેણે અમ્પાયરને કહ્યું હતું કે 'હું કેપ્ટન છું, મારા કહેવા વગર તમે DRSને કેવી રીતે મંજૂર કરી શકો છો?' નિયમ પ્રમાણે કેપ્ટનના ગ્રીન સિગ્નલ બાદ જ ફિલ્ડ અમ્પાયર DRSને મંજૂર કરે છે.

પાકિસ્તાનનો એક રિવ્યૂ નકામો ગયો
રિઝવાનના DRS લેવાથી પાકિસ્તાનનો એક રિવ્યૂ પણ નકામો ગયો હતો, કારણ કે કેપ્ટન શનાકા તો નોટઆઉટ જ રહ્યો હતો, એટલે કે થર્ડ અમ્પાયરે પણ ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જોકે શનાકા બીજી જ ઓવરમાં મોહમ્મદ હસનૈનની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો.

શું છે DRS
ડીઆરએસ (DRS)નું ફુલ ફોર્મ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ થાય છે. જ્યારે કોઈપણ ટીમને લાગે છે કે અમ્પાયરનો નિર્ણય ખોટો છે, તો તેઓ અમ્પાયરની તરફ હાથથી નિશાન બતાવીને DRSનો ઉપયોગ કરી શકે છે. ખેલાડીને આનો ઉપયોગ કરવા માટે 15 સેકન્ડ્સનો ટાઈમ મળતો હોય છે. 15 સેકન્ડ્સ પૂરી થયા પછી DRSનો ઉપયોગ કરી શકાતો નથી.

DRSનો ઉપયોગ એક ટીમ 4 વાર કરી શકે છે, એટલે કે બેટિંગ દરમિયાન 2 વાર અને બોલિંગ દરમિયાન પણ 2 વાર આનો ઉપયોગ કરી શકે છે. જો DRS લેવા પર નિર્ણય ટીમના પક્ષમાં જાય છે, તો એ અકબંધ રહે છે અને જો DRS ટીમના પક્ષમાં જતો નથી, તો એ ખતમ થઈ જાય છે.