• Gujarati News
  • Sports
  • Cricket
  • Babar Azam Could Not Even Score 50 Runs In The Tournament, Also Check The Records Of Other Team Captains

સેમિફાઈનલમાં પહોંચનારી ટીમના કેપ્ટનનો રેકોર્ડ:બાબર આઝમ ટૂર્નામેન્ટમાં 50 રન પણ બનાવી શક્યો નથી, અન્ય ટીમના કેપ્ટનનો રેકોર્ડ્સ પણ જુઓ

એક મહિનો પહેલા

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ આજથી શરૂ થવા જઈ રહી છે. જેમાં આજે ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે પહેલી સેમિફાઈનલ રમાશે, જ્યારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે સેમિફાઈનલ રમાશે. ત્યારે આ ચારેય ટીમન કેપ્ટનનું ગ્રુપ સ્ટેજમાં પ્રદર્શનનું એનાલિસિસ કર્યું હતું. ત્યારે જાણવા મળ્યું કે આ ચારેય ટીમના કેપ્ટનનું ગ્રુપ સ્ટેજમાં પરફોર્મન્સ ખૂબ જ નબળું રહ્યુ છે. આમ, આ ચારેય ટીમમાં કોઈપણ ટીમનો કેપ્ટન આ ટૂર્નામેન્ટના ટૉપ-10 સ્કોરરમાં પણ સામેલ નથી.

ગ્રુપ સ્ટેજની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને સૌથી વધુ 132 રન બનાવ્યા છે. તો ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે 132.22ની સ્ટ્રાઈક રેટથી 119 રનજ બનાવ્યા છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો રેકોર્ડ તો સૌથી ખરાબ છે. તેણે માત્ર 39 રન બનાવ્યા છે. જેમાં બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં 25 રન કર્યા હતા. આમ તે આ ટૂર્નામેન્ટમાં 50 રન બનાવવાથી 11 રન દૂર છે. તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું પરફોર્મન્સ પણ ખાસ રહ્યું નથી. તેમણે ગ્રુપ સ્ટેજમાં માત્ર 89 રન બનાવ્યા છે.

1. રોહિત બે ઇનિંગ્સમાં ડબલ ડિજીટ પણ ક્રોસ કરી શક્યા નથી.

રોહિત શર્મા ગ્રુપ સ્ટેજમાં કંઈ ખાસ કરી શક્યા નથી. તેમણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર એક જ અડધી સદી (નેધરલેન્ડ્સ સામે 53) ફટકારી છે. બે ઇનિંગ્સમાં તેઓ ડબલ ડિજીટ પણ બનાવી શક્યા નથી. ટીમ ઈન્ડિયાના કેપ્ટને ઝિમ્બાબ્વે સામે 15, બાંગ્લાદેશ સામે 2, સાઉથ આફ્રિકા સામે 15, નેધરલેન્ડ્સ સામે 53 અને પાકિસ્તાન સામે 4 રન બનાવ્યા હતા.

2. કેપ્ટનમાં કેન વિલિયમસન ટોપ સ્કોરર છે

ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમસન સિડનીની વિકેટ તેને ફાવતી નહોતી. ત્યાં તે 2 મેચમાં 8 અને 23 રન જ બનાવી શક્યો હતો. તેણે આયર્લેન્ડ સામે અડધી સદી ફટકારી હતી, પરંતુ વિલિયમસનની બેટિંગનો ક્લાસ તે ઇનિંગમાં દેખાતો નહોતો. ગ્રુપ સ્ટેજમાં તેણે આયર્લેન્ડ સામે 61, ઇંગ્લેન્ડ સામે 40, શ્રીલંકા સામે 8 અને ઓસ્ટ્રેલિયા સામે 23 રન બનાવ્યા હતા.

3. બટલરનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ

ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે સેમિફાઈનલમાં પ્રવેશનાર કેપ્ટનમાંથી સૌથી સારુ પ્રદર્શન આપ્યું છે. તેણે એક ફિફ્ટી સહિત 119 રન બનાવ્યા હતા. આ ચારેય કેપ્ટનમાં જોસ બટલરનો સ્ટ્રાઈક રેટ (132.22) સૌથી સારો રહ્યો છે. તેણે સૌથી વધુ 15 બાઉન્ડ્રી મારી છે. તો કુલ રનની વાત કરીએ તો તેણે શ્રીલંકા સામે 28, ન્યૂઝીલેન્ડ સામે 73, આયર્લેન્ડ સામે 0 અને અફઘાનિસ્તાન સામે 8 રન જ બનાવ્યા છે.

4. બાબર ચાર ઇનિંગ્સમાં ડબલ ડિજીટમાં રન બનાવી શક્યો નથી

આખા વર્ષ દરમિયાન શાનદાર ફોર્મમાં રહેલો પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમે વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં સંપૂર્ણ રીતે ખરાબ પ્રદર્શન આપ્યું છે. બાબર આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર 39 રન જ બનાવી શક્યો છે. બાબર એડિલેડમાં બાંગ્લાદેશ સામે માત્ર એક જ વાર ડબલ ડિજીટમાં રન બનાવ્યા હતા. તેણે બાંગ્લાદેશ સામે 25, સાઉથ આફ્રિકા સામે 6, નેધરલેન્ડ્સ અને ઝિમ્બાબ્વે સામે 4-4 રન બનાવ્યા છે. ભારત સામે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...