ટિમ પેનનું રાજીનામું:ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેને કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું, યુવતીને અશ્લીલ તસવીર અને અભદ્ર મેસેજ મોકલ્યો હતો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટિમ પેને કહ્યું કે  હું તમામ ફેન્સ અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટના ખેલાડીઓની માફી માંગુ છું. - Divya Bhaskar
ટિમ પેને કહ્યું કે હું તમામ ફેન્સ અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટના ખેલાડીઓની માફી માંગુ છું.
  • કાંગારૂ કેપ્ટન પર યુવતીને અભદ્ર મેસેજ મોકલવાનો આરોપ લાગ્યો હતો

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને એશિઝ સિરીઝ પહેલા કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. કાંગારૂ કેપ્ટન પર એક યુવતીને અભદ્ર મેસેજ મોકલવાનો આરોપ લાગ્યો છે. વર્ષ 2017માં ટિમ પેને એક યુવતીને અશ્લીલ તસવીર મોકલી હતી, આ ઉપરાંત તેમણે તે યુવતીને ખરાબ મેસેજ પણ કર્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો મેસેજ વાયરલ થયા બાદ કાંગારૂ કેપ્ટને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. હાલમાં જ 17 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમાનાર એશિઝ સિરીઝ માટે કાંગારૂ ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેનો કેપ્ટન ટિમ પેન હતો.

2018માં બન્યો હતો કેપ્ટન
દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રોફ્ટના બોલ ટેપરિંગમાં ફસાયા બાદ સ્પષ્ટ છબી દર્શાવતા ટિમ પેનને ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે ઓસ્ટ્રેલિયાનો 46મો ટેસ્ટ કેપ્ટન હતો. શુક્રવારે હોબાર્ટમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે કાંગારૂ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. તેને માર્ચ 2018માં ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે કહ્યું હતું કે, આજે હું ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપું છું, આ મારા માટે ખૂબ જ મુશ્કેલભર્યો નિર્ણય છે, પરંતુ આ નિર્ણય મારા, મારા પરિવાર અને ક્રિકેટ માટે યોગ્ય છે.

ટિમ પેને જણાવ્યુ કારણ
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને કેપ્ટન પદ છોડવાનું કારણ પણ જણાવ્યુ હતું. તેણે કહ્યું, લગભગ ચાર વર્ષ પહેલા મેં એક સાથી કર્મચારી યુવતીને અભદ્ર મેસેજ કર્યો હતો. તે મામલે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ તપાસ કરી રહ્યું છે. અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. તેણે વધુમાં કહ્યું કે તે તપાસમાં, ક્રિકેટ તસ્માનિયા અને એચઆર તપાસમાં એક જ સમયે જાણવા મળ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું નથી. જો કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે મેં માફી માંગી લીધી હતી. મને તે સમયે આ ઘટના માટે ખૂબ જ દુખ હતું અને આજે પણ છે. મેં મારી પત્ની અને પરિવાર સમક્ષ પણ માફી માંગી હતી.

ટિમ પેને ફેન્સની પણ માફી માંગી
ટિમ પેને કહ્યું કે ક્રિકેટની છબી બગાડવા બદલ હું તમામ ફેન્સ અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટના ખેલાડીઓની માફી માંગુ છું. ટિમ પેને કહ્યું કે, ,એ ક્રિકેટની છબીને નુકશાન પહોંચાડયું છે. મારા કારણે રમતની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. હું માનું છું કે કેપ્ટન પદેથી રાજીનામું આપવું તે જ મારા માટે યોગ્ય નિર્ણય છે. ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવું મારા રમતના જીવનનું સૌથી મોટું સૌભાગ્ય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...