તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધિ:ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસેક મેન્સ ટેસ્ટ મેચમાં ફરજ નિભાવનાર પ્રથમ મહિલા મેચ ઓફિશિયલ બની

સિડની2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્લેયર 2019માં મેન્સ વનડે ઇન્ટરનેશનલમાં પણ અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા બની હતી. - Divya Bhaskar
ક્લેયર 2019માં મેન્સ વનડે ઇન્ટરનેશનલમાં પણ અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા બની હતી.

ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસેક મેન્સ ટેસ્ટ મેચમાં ફરજ નિભાવનાર પ્રથમ મહિલા મેચ ઓફિશિયલ બની છે. તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં ફોર્થ અમ્પાયરની ભૂમિકા નિભાવી રહી છે. આ પહેલા મેન્સ ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ મહિલાએ મેચ ઓફિશિયલની ભૂમિકા ભજવી નહોતી.

મેન્સ વનડે ઇન્ટરનેશનલમાં પણ અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા
32 વર્ષીય ક્લેયર 2019માં મેન્સ વનડે ઇન્ટરનેશનલમાં પણ અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા બની હતી. તેણે આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન 2ની ફાઇનલમાં ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ મેચ નામીબિયા અને ઓમાન વચ્ચે થઇ હતી. ક્લેયર આ પહેલા મહિલાઓના 15 વનડેમાં અમ્પાયરિંગ કરી ચૂકી છે. 2016માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની વુમન્સ ટીમ વચ્ચેની વનડેમાં તેણે પહેલી વાર અમ્પાયર તરીકેની ફરજ નિભાવી હતી. તેણે 2018 વુમન્સ ટી-20 વર્લ્ડકપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઇનલમાં પણ અમ્પાયરિંગ કરી હતી.

ફોર્થ અમ્પાયર મેચમાં શું ભૂમિકા નિભાવે છે?
ફોર્થ અમ્પાયર મેચ દરમિયાન બોલ ચેન્જ કરવાનો હોય ત્યારે નવો બોલ લઈને આવે છે. લાઈટ મીટર ચેક કરે છે. ઓન-ફિલ્ડ અમ્પાયર્સ માટે ડ્રિંક્સ બ્રેકમાં ડ્રિંક્સ લઈને આવે છે. તેમજ લંચ અને ટી-બ્રેક દરમિયાન પિચનું નિરીક્ષણ કરે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતેની ત્રીજી ટેસ્ટમાં પોલ રાઇફલ અને પોલ વિલ્સન ગ્રાઉન્ડ અમ્પાયર્સ છે. જ્યારે બ્રુસ ઓક્સનફર્ડ થર્ડ અમ્પાયર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો