તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓસ્ટ્રેલિયન ટૂર પર ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતના 9 ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. તેમાંથી મોહમ્મદ શમી અને લોકેશ રાહુલ સહિત 6 ખેલાડી સિરીઝની બહાર થઈ ગયા છે. ભારતીય ટીમ અત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે કહ્યું હતું કે ખેલાડીઓ સતત ઈન્જર્ડ થઈ રહ્યા છે, એ પાછળ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જવાબદાર છે.
લેન્ગરે કહ્યું હતું કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ વનડે, T-20 અને ટેસ્ટ સિરીઝ રમવાની હતી. એવામાં સિરીઝ શરૂ થાય એ પહેલાં IPL કરાવવાનો નિર્ણય ખોટો હતો. ભારતીય ટીમે લોકડાઉનમાં લગભગ 6 મહિના આરામ કર્યો હતો.
સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી IPL
IPL માર્ચ 2020માં થવાની હતી, પરંતુ કોરોનાને કારણે ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાઈ હતી. લીગ 53 દિવસ ચાલી હતી. એ પછી ભારતીય ટીમ સીધી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આવી હતી. અહીં ટીમ 3 વનડે અને 3 T-20ની સિરીઝ રમી. અત્યારે બંને ટીમ વચ્ચે 4 ટેસ્ટની સિરીઝ રમાઈ રહી છે, જે 1-1ની બરાબરી પર છે. છેલ્લી ટેસ્ટ 15 જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં રમાશે.
2020નું વર્ષ IPL માટે યોગ્ય નહોતું
લેન્ગરે કહ્યું હતું કે આ ઘણું રસપ્રદ છે કે આપણે આ સીઝનમાં ઘણા ખેલાડીઓને ઈજાગ્રસ્ત થતા જોયા છે. હું કોઈ મદદ પણ કરી શકું તેમ નથી. મારું માનવું છે કે આ વર્ષે IPL કરાવવી કોઈના પણ માટે યોગ્ય નહોતી. ખાસ કરીને ત્યારે જ્યારે ટીમે આગામી મહિને એક મોટી સિરીઝ રમવાની હતી.
IPL યુવાઓ માટે સરસ પ્લેટફોર્મ, પરંતુ 13મી સીઝન કરાવવાનો સમય ખોટો હતો
લેન્ગરે કહ્યું હતું કે હું IPLને ઘણી પસંદ કરું છું. IPL થકી યુવા ક્રિકેટર્સને પોતાની પ્રતિભા દર્શાવવાની એક તક મળે છે. લિમિટેડ ઓવર્સ માટે આ ટૂર્નામેન્ટ પર્ફેક્ટ છે, પરંતુ આ વખતે તેને કરાવવાનો ટાઈમિંગ ખોટો હતો. કોરોનાને કારણે દુનિયાભરમાં શું થઈ રહ્યું છે એ બધા જોઈ રહ્યા છે. એનું પરિણામ એ છે કે ખેલાડીઓ સતત ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. મને લાગે છે કે એનો રિવ્યૂ થવો જોઈએ.
ભારતના નવ ખેલાડી ઈન્જર્ડ થયા
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.