ઓસ્ટ્રેલિયન બેટરની સિદ્ધિ:એક જ ઓવરમાં 8 સિક્સ ફટકારી; 2 નો-બોલની સહાયથી 50 રન કરી નાખ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયન બેટર સેમ હેરિસને સોરેન્ટો ડનક્રેગ સીનિયર ક્લબ તરફથી રમતા એક જ ઓવરમાં 8 સિક્સ મારી હતી. તેણે આ ઓવરમાં 50 રન સ્કોરબોર્ડમાં જોડી ઈતિહાસ રચ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેને 2 નો-બોલની સહાયથી આ આંકડો પાર કર્યો હતો, પરંતુ ક્રિકેટ જગતમાં આ ચોંકવનારા કિસ્સાએ નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે. તો ચલો આપણે તેની આ સિદ્ધિ પર એક નજર ફેરવીએ.....

એક જ ઓવરમાં 8 સિક્સ મારી
ઓસ્ટ્રેલિયન બેટર સેમ હેરિસને એક ઓવરમાં 8 સિક્સ મારી એની પહેલા 39મી ઓવર દરમિયાન અર્ધસદી નોંધાવી હતી. પરંતુ પોતાની આક્રમક બેટિંગના પગલે હેરિસને 40મી ઓવરમાં તો સદી નોંધાવી નાખી હતી. સોરેન્ટો ડનક્રેગે 40 ઓવરમાં 276 રન કર્યા હતા, જેમાં સેમની શાનદાર સદી પણ સામેલ છે.

ક્રિકેટની દુનિયાની સૌથી મોંઘી ઓવર અંગે માહિતી
ન્યૂઝીલેન્ડના ક્રિકેટર બર્ટ વેન્સ આ મામલે સૌથી આગળ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સુધી રમનારો વેન્સે 1990માં 77 રનથી વધુની ઓવર ફેંકી હતી. આ અત્યારે પણ ફર્સ્ટ ક્લાક ક્રિકેટની સૌથી મોંઘી ઓવર છે. આમાં વેન્સે ઘણા ફુલટોસ નો-બોલ ફેંક્યા હતા, આ દરમિયાન બેટરે તેના બોલ પર સતત પાંચ છગ્ગા માર્યા હતા. પરિણામે આ ઓવર ક્રિકેટ જગતની સૌથી મોંઘી ઓવર છે.

યુવરાજની 6 સિક્સ કોણ ભૂલી શકે
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3 ખેલાડીએ 6 સિક્સ ફટકારી છે. યુવરાજ સિંહે T-20 વર્લ્ડ કપ 2007માં ઇંગ્લેન્ડના સ્ટૂઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સ મારી હતી. ત્યારપછી યુવરાજ રાતોરાત સ્ટાર બની ગયો હતો. વળી બેક ટુ બેક 6 સિક્સ મારવાનો કરિશ્માઈ રેકોર્ડ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકન ક્રિકેટર હર્ષલ ગિબ્સના નામે હતો. તેણે નેધરલેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી, વળી કિરોન પોલાર્ડે પણ શ્રીલંકા વિરૂદ્ધ બેક ટુ બેક સિક્સ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...