તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરિઝ 1-1થી સરભર છે. દરેકની નજર ત્રીજી ટેસ્ટ પર છે. ફેન્સ 7 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થનારી આ મેચને સોની ટેન-3 પર સવારે 5 વાગ્યાથી જોઈ શકે છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાને આ મેચ રોમાંચક થવાની અપેક્ષા છે. તેમનું માનવું છે કે, યમજાન બેટ્સમેન ભારતીય બોલિંગના આક્રમણ સામે બચતા જોવા મળી રહ્યા છે. તેઓ બીજી ટેસ્ટમાં ડરતા હતા અને ભારતીય ટીમે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. મેકગ્રા સાથેની વાતચીતના અંશ...
તમે ભારતીય બોલિંગને કેવી રીતે આંકો છો?
ભારતે બીજી ટેસ્ટની બંને ઈનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું. રહાણેએ તમામ તકોનો ફાયદો ઉઠાવ્યો. તે કેપ્ટનશીપનો આનંદ લઈ રહ્યા છે અને જે રીતે તેણે બેટિંગ કરી, મજબૂત જોવા મળ્યો હતો. એડિલેડ ટેસ્ટની સામે તે વધુ ફોકસ્ડ હતો. બોલરોએ પણ સારું પ્રદર્શન કર્યું. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડરપોક દેખાયા. તેઓ બોલર પર પ્રભાવી થવાને બદલે બચતા જોવા મળ્યા. ભારતીય ટીમે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.
વર્તમાન પરિદૃશ્યમાં કયો ભારતીય બોલર તમને સૌથી વધુ પ્રભાવિત કરે છે?
બુમરાહે જે રીતે સીરિઝમાં બોલિંગ કરી છે, તે અદભૂત છે. હું બુમરાહનો મોટો ફેન છું. તેને ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિમાં બોલિંગ કરવાનો આનંદ આવે છે. તેની સાથે સિરાજે પણ સારી લેન્થ પર બોલિંગ કરી. ટી-નટરાજનથી પણ અત્યંત પ્રભાવિત છું. તે
આ પ્રવાસની શોધ મનાશે. બેટ્સમેનમાં શુભમન ગિલને જોઈને મને લાગ્યું કે, તે ઈન્ટરનેશનલ ક્રિકેટ માટે જ બન્યો છે.
શું વિરાટની ગેરહાજરી ભારતીય ટીમને વધુ જવાબદાર અને મજબૂત બનાવે છે?
ત્રીજી ટેસ્ટ રોમાંચક રહેશે, કેમ કે, સીરિઝ 1-1થી સરભર છે. વિરાટના જવાથ ીટીમ પર અસર તો થઈ છે. જોકે, આ બીજા ખેલાડીઓ માટે મોટી તક છે. તમે ક્યારેય એક ખેલાડી પર કેન્દ્રિત રહી શકો નહીં. ટીમ પાસે રહાણે, પુજારા જેવી ક્વોલિટી બેટિંગ લાઈન-અપ છે.
રહાણેની કેપ્ટનશિપને કેવી રીતે આંકો છો? રોહિતના પુનરાગમન પર શું કહેશો?
રહાણેએ બેટ્સમોનોની સાથે-સાથે બોલરોને પણ સપોર્ટ કર્યો છે. તેણે ચાર સ્લિપ સાથે એક ગલી પણ બોલરને આપી, જ્યારે સ્મિથ બેટિંગ કરવા આવ્યો તો તેમણે બુમરાહને બોલાવીને દબાણ પણ બનાવ્યું. તેની કેપ્ટનશીપ કમાલની રહી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.