ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રમાયેલી બોક્સિંગ-ડે ટેસ્ટ 8 વિકેટથી જીતી લીધી છે. આ સાથે જ ભારતે 4 ટેસ્ટની સિરીઝ 1-1થી બરાબર કરી દીધી છે. ટીમ ઈન્ડિયા છેલ્લાં 6 વર્ષથી ઓસ્ટ્રેલિયા સામે એકપણ બોક્સિંગ-ડે ટેસ્ટ હારી નથી. ગઈ વખતે 2018માં મેલબર્ન ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવ્યું હતું, જ્યારે 2014માં આ જ મેદાનમાં પર બોક્સિંગ-ડે ટેસ્ટ ડ્રો રહી હતી.
42 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની સૌથી ધીમી સ્થાનિક ઈનિંગ
મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરતાં 195 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 326 રન બનાવી 131 રનની લીડ હાંસલ કરી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 103.1 ઓવર રમીને 1.94 રનરેટથી 200 રન બનાવ્યા અને ભારતને 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 1978 પછી ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મેદાન પર 80થી વધારે ઓવર રમીને આ અત્યારસુધીની સૌથી ધીમી ઈનિંગ રહી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમે 4 ટેસ્ટની શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમને જીત માટે 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેલબર્નમાં રમાઈ રહેલી આ બોક્સિંગ-ડે ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 6 વિકેટ પર 133 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી ટીમ છેલ્લી 4 વિકેટ ગુમાવીને 67 રન જ બનાવી શકી હતી. એના જવાબમાં ભારતીય ટીમે 19 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...
સતત બે ઓવરમાં ભારતને બે ઝટકા
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ભારતને બીજી ઈનિંગમાં પહેલો ઝટકો આપ્યો હતો. ઈનિંગની ચોથી ઓવરમાં તેણે મયંક અગ્રવાલ 5 રન પર વિકેટકીપર ટિમ પેનના હાથે કેચ આઉટ થયો હતો. એ પછીની ઓવરમાં પહેલા જ બોલ પર પેટ કમિન્સે બીજો ઝટકો આપ્યો. તેના બોલ પર ચેતેશ્વર પૂજારા 3 રન બનાવીને કેમરુન ગ્રીનના હાથે કેચ આઉટ થયો.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ભારતને બીજી ઈનિંગમાં પહેલો ઝટકો આપ્યો હતો. ઈનિંગની ચોથી ઓવરમાં તેણે મયંક અગ્રવાલ 5 રન પર વિકેટકીપર ટિમ પેનના હાથે કેચ આઉટ થયો હતો. તેની પછીની ઓવરમાં પહેલા જ બોલ પર પેટ કમિન્સે બીજો ઝટકો આપ્યો. તેના બોલ પર ચેતેશ્વર પૂજારા 3 રન બનાવીને કેમરુન ગ્રીનના હાથે કેચ આઉટ થયો.
સ્ટ્રેલિયાનો કોઈપણ પ્લેયર બીજી ઈનિંગમાં ફિફ્ટી ન મારી શકયો
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીને 146 બોલમાં સૌથી વધુ 45 અને ઓપનર મેથ્યુ વેડે 137 બોલમાં 40 રન કર્યા. આ સિવાય માર્નસ લાબુશેને 28 અને પેટ કમિંસે 22 રન કર્યા. ભારત માટે મોહમ્મદ સિરાજે સૌથી વધુ 3 વિકેટ લીધી. આ સિવાય જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ પ્રાપ્ત કરી છે. ચોટિલ ઉમેશ યાદવે એક વિકેટ લીધી.
અશ્વિન સૌથી વધુ લેફ્ટ હેન્ડર બેટ્સમેનને આઉટ કરનાર ટેસ્ટ બોલર
ભારતીય સ્પિનર અશ્વિન ટેસ્ટ વિકેટમાં સૌથી વધુ 192 લેફ્ટ હેન્ડર બેટ્સમેનને આઉટ કરનાર બોલર બની ગયો છે. આ મામલામાં તેણે શ્રીલંકાના પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરનને પાછળ છોડી દીધો. ભારતયોમાં બીજા નંબરે અનિલ કુંબલે છે. તેણે 167 ડાબોડી પ્લેયરની વિકેટ લીધી છે.
બોલર | દેશ | લેફ્ટ હેન્ડ બેટ્સમેનને આઉટ કર્યો | કુલ વિકેટ |
રવિચંદ્રન અશ્વિન | ભારત | 192 | 375 |
મુથૈયા મુરલીધરન | શ્રીલંકા | 191 | 800 |
જેમ્સ એન્ડરસન | ઈંગ્લેન્ડ | 186 | 600 |
ગ્લેન મેક્ગ્રા | ઓસ્ટ્રેલિયા | 172 | 563 |
શેન વોર્ન | ઓસ્ટ્રેલિયા | 172 | 708 |
અનિલ કુંબલે | ભારત | 167 | 619 |
7 વિકેટ માટે ફિફટીની પાર્ટનરશિપ
ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 6 વિકેટે 133 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પેટ કમિન્સ અને કેમરરુન ગ્રીને 57 રનની પાર્ટનરશિપ પણ કરી. ટીમે 23 રન જ બનાવ્યા હતા અને જસપ્રીત બુમરાહે ટીમને દિવસનો પ્રથમ ઝટકો આપ્યો. તેણે પેટ કમિન્સને સ્લિપ પર મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ કરાવ્યો.
ચોથા દિવસે સિરાજે 2 વિકેટ લીધી
બુમરાહ પછી મોહમ્મદ સિરાજે સતત 2 વિકેટ લીધી. તેણે ભારતીય ટીમ માટે ઘાતક સાબિત થઈ રહેલા ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને 45 રને પેવેલિયન ભેગો કર્યો. તેનો કેચ રવીન્દ્ર જાડેજાએ લીધો. એ પછી નાથલ લિયોન(3)ને વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.