ભારત ઓસ્ટ્રેલિયા સામે સતત ચોથી સિરીઝ જીત્યું:આવું કરનારી પહેલી એશિયન ટીમ, ચોથી ટેસ્ટ મેચ ડ્રો થઈ; ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે સતત 16મી સિરીઝ જીતી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમાદાવદમાં રમાઈ ગઈ હતી. જેમાં આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. જોકે આ સિરીઝમાં ભારત 2-1થી આગળ હોવાથી સિરીઝ પોતાના નામે કબજે કરી હતી અને ઓસ્ટ્રેલિયાને સતત ચોથી સિરીઝમાં હરાવ્યું હતું. આવું પરાક્રમ કરનારી પહેલી એશિયન ટીમ બની ગઈ છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ છઠ્ઠીવાર ઘરઆંગણે BGT જીતી લીધી છે. સાથે જ ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે સતત 16મી ટેસ્ટ સિરીઝ જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને 2004માં ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગ 175/2 પર ડિકલેર કરી હતી. કોઈ પરિણામ ન આવતા બંને કેપ્ટને પરસ્પર સંમતિથી મેચ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે માર્નસ લાબુશેન 63 અને સ્ટીવ સ્મિથ 10 રને અણનમ પરત ફર્યા હતા.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરીને 480 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 571 રન બનાવ્યા હતા અને પહેલી ઇનિંગમાં 91 રનની લીડ મેળવી હતી.

પ્લેયર ઑફ ધ સિરીઝ
પ્લેયર ઑપ ધ સિરીઝનો અવોર્ડ ટીમ ઈન્ડિયાના બે સ્ટાર સ્પિનર રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને મળ્યો છે. રવિચંદ્રને આ સિરીઝમાં 86 રન કર્યા છે અને 25 વિકેટ ઝડપી છે. જ્યારે રવીન્દ્ર જાડેજાએ આ સિરીઝમાં 135 રન બનાવ્યા છે અને 22 વિકેટ ઝડપી છે.

પ્લેયર ઑફ ધ મેચ
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીને પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો છે. તેમણે 23 ટેસ્ટ અને 41 ઇનિંગ્સે પછી ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ તેમની ટેસ્ટમાં 28મી સદી હતી. સાથે જ તેમના ઈન્ટરનેશનલ કરિયરની 75મી સદી હતી. તેમણે 186 રન ફટકાર્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયાએ 91 રનની લીડ લીધી હતી.

WTC ફાઇનલમાં પહોંચ્યું ભારત
ભારતે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત સતત બીજી વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે. શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની રોમાંચક જીત સાથે, ફાઈનલમાં ભારતનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા પહેલા જ ફાઇનલમાં પહોંચી ગયું હતું. 7મી જૂને WTC ચેમ્પિયનશિપના ટાઇટલ માટે બંને ટીમો વચ્ચે ટક્કર થશે.

ન્યૂઝીલેન્ડે કરી કમાલ, છેલ્લી ઓવરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ જીતી
અમદાવાદ ટેસ્ટ સિવાય ટીમ ઈન્ડિયા માટે ક્રાઈસ્ટચર્ચથી સારા સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેન્ડે રોમાંચક ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 2 વિકેટે હરાવ્યું છે. આ સાથે શ્રીલંકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે.

આ રીતે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી હતી

પહેલી 11મી ઓવરના ચોથા બોલ પર અશ્વિન મેથ્યુ કુહનેમનને LBW કર્યો હતો.

બીજી: અક્ષર પટેલે ટેસ્ટ ક્રિકેટમાં 50મી વિકેટ ઝડપતા તેણે 90 રને રમી રહેલા ટ્રેવિસ હેડને બોલ્ડ કર્યો હતો.

તસવીરમાં જુઓ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટના અંતિમ દિવસનો રોમાંચ

ચેતેશ્વર પૂજારાએ પણ બોલિંગ કરી હતી.
ચેતેશ્વર પૂજારાએ પણ બોલિંગ કરી હતી.
શુભમન ગિલે બોલિંગ કરી હતી.
શુભમન ગિલે બોલિંગ કરી હતી.
કુહનેમનની વિકેટ લીધા બાદ અશ્વિનને શાબાસી આપતો ચેતેશ્વર પૂજારા.
કુહનેમનની વિકેટ લીધા બાદ અશ્વિનને શાબાસી આપતો ચેતેશ્વર પૂજારા.
મેથ્યુ કુહનેમન 6 રન બનાવીને આઉટ થયો હતો.
મેથ્યુ કુહનેમન 6 રન બનાવીને આઉટ થયો હતો.
રણનીતિ બનાવતા ટીમ ઈન્ડિયાના ખેલાડી.
રણનીતિ બનાવતા ટીમ ઈન્ડિયાના ખેલાડી.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટનો ચોથો દિવસ સંપૂર્ણ રીતે ભારતના નામે રહ્યો હતો. 1205 દિવસ બાદ ટેસ્ટમાં વિરાટ કોહલીની સદીની મદદથી ભારતે પ્રથમ ઈનિંગમાં 571 રન બનાવ્યા હતા. વિરાટે 186 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને 91 રનની લીડ મળી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગમાં વિના નુકસાન 3 રન બનાવ્યા હતા.

ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ (3*) અને નાઈટ વોચમેન મેથ્યુ કુહનેમન (0*) ક્રીઝ પર છે. ટીમ હજુ 88 રન પાછળ છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાંચમા દિવસની રમત સવારે 9:30 વાગે શરૂ થઈ. અંતિમ દિવસે 90 ઓવર નાખવામાં આવશે.

1205 દિવસ બાદ કોહલીની સદી
કોહલીએ 23 નવેમ્બર 2019માં છેલ્લી વખત બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં 27મી સદી કરી હતી. કોહલીએ ટેસ્ટમાં 1205 દિવસ, 23 મેચ અને 41 ઈનિંગ્સ બાદ સદી ફટકારી છે. આ કોહલીની 28મી સદી છે. હવે કોહલીના નામે ઈન્ટરનેશનલ મેચમાં 75 સદી થઈ ગઈ છે. તેમણે ટેસ્ટમાં 28, વન-ડેમાં 46 અને T20 ઈન્ટરનેશનલમાં એક સદી કરી છે.

ભારતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારતે 289/3 થી ઈનિંગને આગળ ધપાવીન હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા.

ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ સદી

• સચિન તેંડુલકર- 200 મેચ, 51 સદી

• રાહુલ દ્રવિડ- 163 મેચ, 36 સદી

• સુનીલ ગાવસ્કર- 125 મેચ, 34 સદી

• વિરાટ કોહલી- 108 મેચ, 28 સદી

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પૂરા કર્યા
ભારતીય કેપ્ટન રોહિત શર્મા 35 રન બનાવીને આઉટ થયો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પૂરા થયા છે. આટલા રન બનાવનાર રોહિત છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે. તેના પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની અને વિરેન્દ્ર સેહવાગે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલા રન કર્યા હતા.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ.

ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન

અન્ય સમાચારો પણ છે...