તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યજમાન ટીમને દંડ:ઓસ્ટ્રેલિયાને લાગ્યો બીજો ઝાટકો, શરમજનક હાર બાદ હવે ICCએ કર્યો મોટો દંડ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટિમ પેનની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ - Divya Bhaskar
ટિમ પેનની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ

ભારત વિરૂદ્ધ આઠ વિકેટથી મળેલી શરમજનક હાર બાદ હવે ઓસ્ટ્રેલિયાને ICCએ મોટો ઝાટકો આપ્યો છે. મેલબર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ધીમી ગતિથી ઓવર રેટ બનાવી રાખવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમ પર મેચ ફીનો 40 ટકા દંડ લગાડવામાં આવ્યો છે. એટલું જ નહીં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમને ચાર પોઈન્ટનું નુકસાન પણ થયું છે.

કેપ્ટન રહાણેની સેન્ચુરી, ડેબ્યૂ મેચમાં ઝળક્યા નવા સ્ટાર્સ- સિરાઝ અને ગિલ

ટિમ પેનની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ દ્વારા નિર્ધારીત સમયમાં બોલિંગ પૂરી નહીં કરવાને લઈને તેમજ બે ઓવરનું મોડું કરતા ICCના મેચ રેફરી ડેવિડ બુને ઓસ્ટ્રેલિયાની ટીમ પર ફાઈન કર્યો છે.

મેચ ફીના 40 ટકા અને પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટનું નુકસાન
ICC દ્વારા મંગળવારે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ICCના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે ન્યૂનતમ ઓવર ગતિ ઉલ્લંઘનની આચારસંહિતાના અનુચ્છેદ 2.22 મુજબ, ખેલાડીઓ પર નિર્ધારિત સમયમાં બોલિંગ ન કરવાની સ્થિતિમાં પ્રત્યેક ઓવરથી તેમની મેચ ફીના 40 ટકા દંડ લગાવવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત, વિશ્વ ટેસ્ટચેમ્પિયનશીપના અનુચ્છેદ 16.11.2 મુજબ ઓસ્ટ્રેલિયાની ટીમ પર દરેક ઓવરના હિસાબે ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટને ઘટાડવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો