• Gujarati News
  • Sports
  • Cricket
  • Australia Needed Two Wickets In Three Overs, The Match Was Drawn Despite Smith's Superb Performance; WATCH VIDEO

સ્ટીવ સ્મિથે પાંચ વર્ષ પછી વિકેટ લીધી:ઓસ્ટ્રેલિયાને ત્રણ ઓવરમાં બે વિકેટની જરૂર હતી, સ્મિથનું શાનદાર પ્રદર્શન છતા પણ મેચ ડ્રો થઈ; જુઓ VIDEO

સિડની11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્મિથે જેક લીચને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની જીતની આશા વધારી દીધી હતી. - Divya Bhaskar
સ્મિથે જેક લીચને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની જીતની આશા વધારી દીધી હતી.
  • સ્ટીવ સ્મિથે 81 ટેસ્ટ મેચમાં 18 વિકેટ લીધી છે

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ રોમાંચક રીતે ડ્રો થઈ હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે છેલ્લા 64 બોલમાં 2 વિકેટની જરૂર હતી. મેચમાં માત્ર 3 ઓવર એટલે કે 18 બોલ બાકી હતા. ત્યારબાદ કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સે સ્ટીવ સ્મિથને બોલિંગ કરવા ઉતાર્યો હતો. સ્મિથે સફળતા પણ હાંસલ કરી હતી, પરંતુ તે મેચમાં પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. આવો જાણીએ છેલ્લી ત્રણ ઓવરમાં શું-શુ થયું...

જેક લીચને આઉટ કરીને સ્મિથે આશા જગાવી
સ્ટીવ સ્મિથ ઈંગ્લેન્ડની ઈનિંગની 100મી ઓવર નાખવા આવ્યો હતો. આ ઓવરના છેલ્લા બોલ પર જેક લીચને બોલ્ડ ડેવિડ વોર્નરના હાથે કેચ આઉટ કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાને જીતના ઉંબરે પર પહોંચાડી દીધુ હતુ. સ્મિથે 2016 પછી પ્રથમ વખત ટેસ્ટ વિકેટ લીધી. આ પહેલા તેણે નવેમ્બર 2016માં પર્થ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના વર્નોન ફિલેન્ડરની વિકેટ લીધી હતી. લીચ 34 બોલ અને 77 મિનિટના સંઘર્ષ બાદ આઉટ થયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાને 12 બોલમાં છેલ્લી વિકેટની જરૂર હતી.

બ્રોડે 101મી ઓવર રમી હતી
ઈંગ્લેન્ડની ઈનિંગની 101મી ઓવર ઓફ સ્પિનર ​​નાથન લેયને લીધી હતી. સ્ટુઅર્ટ બ્રોડે આ ઓવરના તમામ 6 બોલ સુરક્ષિત રીતે રમ્યા હતા. પરંતુ, તે જ સમયે એક મોટો પડકાર આવ્યો. છેલ્લી ઓવરમાં નંબર-11 બેટ્સમેન જેમ્સ એન્ડરસનને વિકેટ બચાવવાની હતી.

સ્મિથ Vs એન્ડરસન એક અલગ જ ટ્વિસ્ટ સાથે
સ્ટીવ સ્મિથ Vs જેમ્સ એન્ડરસન મેચ એશિઝની અંદરની રોમાંચક મેચોમાંની એક છે. પરંતુ તેમાં હંમેશા બેટ્સમેન સ્મિથ હતો અને બોલર એન્ડરસન હતો. આ વખતે મામલામાં અલગ જ ટ્વિસ્ટ હતુ. એન્ડરસન બેટિંગ પર હતો અને બોલર સ્ટીવ સ્મિથ હતો. જેવી રીતે સ્ટીવ સ્મિથે ઘણી વખત એન્ડરસનની બોલિંગનો સામનો કર્યો હતો, એ જ રીતે એન્ડરસને મુકાબલો કર્યો હતો. તેણે 6 બોલ રમ્યા અને પોતાની વિકેટ આપી ન હતી. જેના કારણે ઈંગ્લેન્ડે મેચ ડ્રો કરી લીધી હતી. 2021-22ની એશિઝ શ્રેણીની આ પ્રથમ ટેસ્ટ હતી જેમાં ઓસ્ટ્રેલિયા જીતી શક્યું ન હતું.

81 ટેસ્ટ મેચમાં 18 વિકેટ
સ્ટીવ સ્મિથે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત લેગ સ્પિનર ​​તરીકે કરી હતી. બાદમાં તેણે પોતાને એક મહાન બેટ્સમેન તરીકે ટીમમાં સ્થિર થયો. તેણે અત્યાર સુધી 81 ટેસ્ટ મેચમાં 18 વિકેટ લીધી છે. બેટિંગમાં તેનું પ્રદર્શન સારું છે. તેણે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 60.60ની એવરેજથી 7757 રન બનાવ્યા છે. જેમાં 27 સદી અને 33 ફિફ્ટીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...