તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માન્ચેસ્ટર:ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 19 રને હરાવ્યું, સીરિઝમાં 1-0થી આગળ; બીલિંગ્સે કરિયરની પહેલી સદી મારી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
લેગ સ્પિનર એડમ ઝામ્પા (ડાબેથી પાંચમો)એ 4 વિકેટ લીધી. તેણે જોની બેરસ્ટો, ઓઈન મોર્ગન, જોસ બટલર અને ક્રિસ વોક્સને પેવેલિયન ભેગા કર્યા.
  • ઓસ્ટ્રેલિયાનો સ્કોર 294/9, મિચેલ માર્શે 73 અને મેક્સવેલે 77 રન કર્યા
  • જવાબમાં ઇંગ્લેન્ડ 275 રન જ કરી શક્યું, સેમ બીલિંગ્સે 118 અને જોની બેરસ્ટોએ 84 રન બનાવ્યા
  • બંને ટીમો વચ્ચે ત્રણ વનડે સીરિઝની બીજી મેચ 13 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં રમાશે

ઓસ્ટ્રેલિયાએ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડને ત્રણ વનડે સીરિઝની પહેલી મેચમાં 19 રને હરાવ્યું. ઓઈન મોર્ગને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટે 294 રન બનાવ્યા, જવાબમાં ઇંગ્લિશ ટીમ 275 રન જ કરી શકી હતી.

રનચેઝમાં ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે 57 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોની બેરસ્ટો (84) અને સેમ બીલિંગ્સ (118*)એ પાંચમી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. જોકે જોનીની ફિફટી અને સેમની મેડન સદી ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવવા પૂરતી નહોતી. બીલિંગ્સે 110 બોલની ઇનિંગ્સ દરમિયાન 14 ફોર અને 2 સિક્સ મારી હતી. ઓસ્ટ્રેલિયા માટે 10 ઓવરમાં 26 રન આપીને જેસન રોય, જો રૂટ અને મોઇન અલીની વિકેટ ઝડપનાર જોશ હેઝલવુડ મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે એડમ ઝામ્પાએ પણ 55 રન આપીને 4 શિકાર કર્યા હતા. ઇંગ્લેન્ડના 6 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા.

અગાઉ મહેમાન ટીમની પણ શરૂઆત ખરાબ રહી હતી અને 43 રનમાં બંને ઓપનર્સ ગુમાવી દીધા હતા. તેમણે ગ્લેન મેક્સવેલ (77), મિચેલ માર્શ (73) અને માર્કસ સ્ટોઈનીસ (43)ના યોગદાન થકી ફર્સ્ટ ઇનિંગ્સમાં સારો સ્કોર કર્યો હતો. ઇંગ્લેન્ડ માટે માર્ક વુડ અને જોફરા આર્ચરે 3-3, જ્યારે આદિલ રાશિદે 2 વિકેટ ઝડપી હતી. આરોન ફિન્ચની ટીમ 3 વનડેની સીરિઝમાં 1-0થી આગળ છે. બીજી વનડે 13 સપ્ટેમ્બરે માન્ચેસ્ટર ખાતે જ રમાશે.

સ્મિથ ઇજાના કારણે પહેલી મેચમાં ન રમ્યો

  • ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં સ્ટીવ સ્મિથ વિના ઉતરી હતી. સ્મિથને પ્રેક્ટિસ દરમિયાન બોલ માથામાં વાગ્યો હતો.
  • આ કારણે ઓસ્ટ્રેલિયાએ સાવચેતી દાખવતા તેને રમાડયો નહોતો.
  • હજી નક્કી કરવામાં આવ્યું નથી કે તે આગામી બંને મેચોમાં રમશે કે નહિ.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો