ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરિઝ સ્થગિત થતાં ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કરી લીધું છે. કોરોનાને લીધે ઓસ્ટ્રેલિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ સ્થગિત થઈ ગયો છે. તેવામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેમના(ઓસ્ટ્રેલિયા) પોઈન્ટ્સ પર્સન્ટેજ કિવિઝ કરતાં વધી શકે એમ નથી. તેવામાં ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં ક્વોલિફાય થઈ ગયું છે. સેકન્ડ ફાઇનલિસ્ટ બનવા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બરાબરીની ટક્કર થશે. બંને દેશ વચ્ચે 4 ટેસ્ટની શ્રેણી 5 ફેબ્રુઆરીએ ચેન્નાઈ ખાતે શરૂ થશે. જ્યારે ઓસ્ટ્રેલિયા હજી પણ ફાઇનલમાં સ્થાન મેળવી શકે તેમ છે.
ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રેસ
ફાઇનલમાં બાકી રહેલા બીજા સ્થાન માટે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રેસ છે. ભારત અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે, પરંતુ ઇંગ્લેન્ડ સામે પરાજય થાય તો તે નીચે આવી શકે છે. ભારત ઇંગ્લેન્ડ સામેની સીરિઝ 4-0, 3-0, 3-1, 2-0 અથવા 2-1થી જીતે તો ક્વોલિફાય થઈ જશે. જ્યારે ઇંગ્લેન્ડે ક્વોલિફાય થવું હોય તો તેમણે ભારતને 4-0, 3-0 અથવા 3-1થી હરાવવું પડશે. જો આમાંથી કોઈપણ માર્જિનના અંતરે રિઝલ્ટ ન આવે તો ઓસ્ટ્રેલિયા ક્વોલિફાય થઈ જશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલ:
રેન્ક | ટીમ | પોઈન્ટ્સ | પોઈન્ટ્સ પર્સન્ટેજ | સીરીઝ રમ્યા | ગેમ | જીત | હાર | ડ્રો |
1 | ભારત | 430 | 71.7 | 5 | 13 | 9 | 3 | 1 |
2 | ન્યૂઝીલેન્ડ | 420 | 70.0 | 5 | 11 | 7 | 4 | 0 |
3 | ઓસ્ટ્રેલિયા | 332 | 69.2 | 4 | 14 | 8 | 4 | 2 |
4 | ઈંગ્લેન્ડ | 352 | 68.7 | 5* | 16 | 9 | 4 | 3 |
5 | પાકિસ્તાન | 226 | 37.7 | 5.5 | 11 | 3 | 5 | 3 |
6 | સાઉથ આફ્રિકા | 144 | 34.3 | 4 | 10 | 3 | 7 | 0 |
7 | શ્રીલંકા | 80 | 16.7 | 4* | 8 | 1 | 6 | 1 |
8 | વેસ્ટ ઈન્ડિઝ | 40 | 11.1 | 3 | 7 | 1 | 6 | 0 |
9 | બાંગ્લાદેશ | 0 | 0 | 1.5 | 3 | 0 | 3 | 0 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.