ટીમ ઈન્ડિયા અત્યાર સુધી સળંગ 12 ટી20 મેચ જીતી ચૂકી છે, જો ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી પાંચ મેચની સીરિઝની પ્રથમ મેચ જીતે છે તો તે સળંગ સૌથી વધુ ટી20 મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કરશે. જોકે, મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું ધ્યાન તેના પર નથી. તેઓ ટી20નું ટીમ કોમ્બિનેશન બનાવવા પર ફોકસ કરી રહ્યો છે. આ સીરિઝ દ્વારા ટી20 વર્લ્ડ કપના ઓડિશન શરૂ થઈ જશે. એટલે કે, વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવા માટે ખેલાડીઓએ ખુદને સાબિત કરવા પડશે.
આ સીરિઝથી ઓક્ટોબર સુધીમાં જેટલી પણ સીરિઝ રમાશે, તેમાં જીત-હારની સાથે જ ટીમ કોમ્બિનેશન બનાવવા પર ફોકસ રહેશે. ભારત માટે વર્લ્ડ કપ હલેલા ભરવા માટે અનેક સ્લોટ છે. કેટલાક નિયમિત ખેલાડીઓને આ સીરિઝમાં આરામ અપાયો છે, એટલે એ સ્થાનોના દાવેદારો માટે આ સીરિઝ પુરતી તક છે.
સૌ પ્રથમ ફાસ્ટ બોલિંગનો ઓલરાઉન્ડર, જેના માટે હાર્દિક પંડ્યા યોગ્ય છે. ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા હાર્દિકે સુંદર પુનરાગમન કર્યું છે. તેણે બેટિંગ ઓલરાઉન્ડર વેેંકટેશ અય્યર તરફથી પડકાર મળશે. જોકે, હાર્દીકની હાજરીને કારણે વેંકટેશને તક મળવાની સંભાવના બહુ ઓછી છે.
અર્શદીપને મળશે ખલીલ અને નટરાજનથી પડકાર
અર્શદીપ પણ દ્વિપક્ષીય સીરિઝ દ્વારા ટી20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર છે. તે અંતિમ ઓવરોનો સ્પેશિયાલિસ્ટ છે. છેલ્લા કેટલાક વર્ષમાં તેણે આઈપીએલ દ્વારા સારી પ્રગતિ કરી છે. અર્શદીપને ટીમમાં સ્થાન મેળવવા માટે ખલીલ અહેમત અને ટી.નટરાજનના પડકારનો સામનો કરવો પડશે. ખલીલ ડાબોડી ફાસ્ટ બોલર છે, જ્યારે નટરાજન સ્લોગ ઓવર્સનો યોર્કર સ્પેશિયાલિસ્ટ છે. આમ નટરાજન અર્શદીપનો સીધો હરીફ છે. ફાસ્ટ બોલર ઉમરાન મલિક પણ સૌના આકર્ષણનું કેન્દ્ર છે. તેણે નેટ્સ પર 163.7kmph ની ઝડપે બોલ ફેંક્યો હતો.
કાર્તિક અંતિમ ઓવર્સનો સ્પેશિયાલિસ્ટ બની શકે છે
કમબેક મેન દિનેશ કાર્તિક પર પણ સૌની નજરો છે. કાર્તિક અંતિમ ઓવર્સના વિશેષજ્ઞ તરીકે સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે 2007ની ટી20 વર્લ્ડ કપ ટીમમા ંહતો. જોકે, પંતની હાજરીમાં એ જવાનું રહેશે કે, કાર્તિક લાઈન-અપમાં કેવી રીતે ફિટ બેસે છે. જોકે, આઈપીએલમાં પંતનું ફોર્મ ખરાબ રહ્યું છે, પરંતુ સિલેક્ટર્સ તેના પક્ષમાં છે. જો મોટા ખેલાડી પાછા ફરશે તો ઈશાન માટે જગ્યા ટકાવવી મુશ્કેલ બનશે. સૂર્યકુમાર ઈજાગ્રસ્ત હોવાને કારણે શ્રેયસ અત્યારે રાહતનો શ્વાસ લઈ શકે છે, પરંતુ ટી20 લાઈન-અપમાં તેનું સ્થાન પાકું નથી.
મેચના એક દિવસ પહેલા કેપ્ટન રાહુલ ઈજાગ્રસ્ત
સીરિઝના એક દિવસ પહેલા એટલે કે બુધવારે કેપ્ટન રાહુલ ગ્રોઈન ઈન્જરીને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન પંતને કેપ્ટન બનાવાયો છે. પંત પહેલા વાઈસ કેપ્ટન હતો. ઓલરાઉન્ડર હાર્દિકને વાઈસ કેપ્ટન બનાવાયો છે. બોલર કુલદીપ યાદવ પણ ઈજાગ્રસ્ત થઈ જતાં ટીમમાંથી બહાર થઈ ગયો છે. સિલેક્શન કમિટીએ રાહુલ અને કુલદીપના સ્થાને કોને લેવાશે તેન નામની જાહેરાત કરી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.