તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • At The End Of The Second Day Australia A 286 8, 39 Runs Ahead Of India A, Cameron Green Scored A Century

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેક્ટિસ મેચ:બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા-A 286/8, ઇન્ડિયા-A થી 39 રન આગળ, કેમરન ગ્રીને સેન્ચુરી મારી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેમરન ગ્રીને 171 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 113* રન કર્યા. - Divya Bhaskar
કેમરન ગ્રીને 171 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 113* રન કર્યા.

ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની સીરિઝ પહેલાં ટીમ ઇન્ડિયા-A 3 દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચને ફર્સ્ટ ક્લાસ સ્ટેટસ આપવામાં આવ્યું છે. બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા-Aની ટીમે 8 વિકેટે 286 રન કર્યા છે. યજમાન ટીમ ઇન્ડિયા-Aથી 39 રન આગળ છે. તેમના માટે પાંચમા ક્રમે રમવા આવેલા ઓલરાઉન્ડર કેમરન ગ્રીને 171 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 113* રન કર્યા. ભારત માટે ઉમેશ યાદવે સર્વાધિક 3 વિકેટ લીધી.

અશ્વિને કેપ પહેરીને બોલિંગ કરી, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયો
ઓસ્ટ્રેલિયન ઓપનર્સ સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. વીલ પુકોવ્સ્કી 1 રને અને જો બર્ન્સ 4 રને ઉમેશના શિકાર થયા હતા. વિકેટકીપર ટિમ પેને 45, માર્કસ હેરિસે 35, માઈકલ નેસરે 33 અને નિક મેડીસને 23 રન બનાવ્યા. ભારત માટે ઉમેશ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી. ઓફ સ્પિનર અશ્વિન આજે કેપ પહેરીને બોલિંગ કરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: મેસી અને રોનાલ્ડો આવતીકાલે સામસામે:આ વર્ષે બાર્સેલોના બીજીવાર યુવેન્ટ્સ સામે ટકરાશે, મેસીની ટીમ દરેક મામલે આગળ

ઇન્ડિયા-Aએ પ્રથમ દાવ 247/9 ડિક્લેર કર્યો
સિડનીના ડ્રમમોયેન ઓવલ ખાતે 237/8થી દિવસની શરૂઆત કરનાર ઇન્ડિયા-Aની ટીમે સ્કોરબોર્ડમાં 10 રન ઉમેરીને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. કેપ્ટન અજિંક્ય રહાણે 112 રને અણનમ રહ્યો. તેણે 242 બોલની ઇનિંગ્સ દરમિયાન 18 ફોર અને 1 સિક્સ મારી. ઓસ્ટ્રેલિયા માટે જેમ્સ પેટિન્સને 3 વિકેટ, માઈકલ નેસર અને ટ્રેવિસ હેડે 2-2 વિકેટ, જ્યારે જેક્સન બર્ડ અને માર્ક સ્ટેકેટીએ 1-1 વિકેટ લીધી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો