તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • At The End Of The First Day India A 8, Captain Rahane's Century And Pujara's Fifty, Pattins Took 3 Wickets

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેક્ટિસ મેચ:પ્રથમ દિવસના અંતે ઇન્ડિયા-A 237/8, કેપ્ટન રહાણેની સદી અને પુજારાની ફિફટી, પેટિન્સને 3 વિકેટ લીધી

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
અજિંક્ય રહાણે (108*) અને ચેતેશ્વર પુજારા (54) એ ચોથી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી. - Divya Bhaskar
અજિંક્ય રહાણે (108*) અને ચેતેશ્વર પુજારા (54) એ ચોથી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી.

ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની સીરિઝ પહેલાં ટીમ ઇન્ડિયા-A 3 દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચને ફર્સ્ટ ક્લાસ સ્ટેટસ આપવામાં આવ્યું છે. પ્રથમ દિવસના અંતે ઇન્ડિયા-Aએ 8 વિકેટે 237 રન કર્યા. અજિંક્ય રહાણેએ કપ્તાની ઇનિંગ્સ રમતા પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરની 34મી સદી ફટકારી 108* રન બનાવ્યા. જ્યારે ચેતેશ્વર પુજારાએ પણ સારી રમત દાખવતાં 54 રનનું યોગદાન આપ્યું. ટીમના અન્ય તમામ બેટ્સમેન નિષ્ફ્ળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા-A માટે જેમ્સ પેટિન્સને સર્વાધિક 3 વિકેટ લીધી હતી.

પૃથ્વી, ગિલ અને સાહા શૂન્ય રને આઉટ
સિડનીના ડ્રમમોયેન ઓવલ ખાતે ઇન્ડિયા-Aના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. શુભમન ગિલ પ્રથમ બોલે અને પૃથ્વી શો આઠમા બોલે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન ભેગા થયા હતા. 6 રનમાં 2 વિકેટ પડી ગયા પછી હનુમા વિહારીએ ચેતેશ્વર પુજારા સાથે હાથ મિલાવ્યા હતા. વિહારી પોતાને મળેલી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને 15 રને આઉટ થયો હતો.

પુજારા અને રહાણેએ ચોથી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. પુજારાના આઉટ થયા પછી રિદ્ધિમાન સાહા અને રવિચંદ્રન અશ્વિન પણ મોટું યોગદાન ન આપી શકતા અનુક્રમે 0 અને 5 રને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા માટે પેટિન્સન ઉપરાંત ટ્રેવિસ હેડ અને માઈકલ નેસરે 2-2 વિકેટ, જ્યારે જેક્સન બર્ડે 1 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો