તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • At Narendra Modi Stadium, 11 Blind Cricketers Will Watch The Match From The Heart, Cheer And Support The Indian Team.

દ્રષ્ટિને પેલેપાર ક્રિકેટ પ્રેમ:નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો આંતરમનથી મેચને નિહાળશે, ચિયર કરીને ઇન્ડિયન ટીમને સપોર્ટ કરશે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતની ટીમને સપોર્ટ કરવા માટે અંધજન મંડળના 11 પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો પોતાના કોચ સાથે મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા - Divya Bhaskar
ભારતની ટીમને સપોર્ટ કરવા માટે અંધજન મંડળના 11 પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો પોતાના કોચ સાથે મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા
  • અંધજન મંડળમાંથી 11 પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોને તેમના કોચ મેચ જોવા માટે લાવ્યા છે
  • કોચ તેમને મેચ અને સ્ટેડિયમની બધી જ માહિતી સમયસર આપતા રહેશે
  • ટીમ ઈન્ડિયાને ચિયર કરીને જીતવા માટે પ્રોત્સાહન પુરૂ પાડીશુંઃ પ્રજ્ઞાચક્ષુ દિલીપ જાડેજા

ભારતમાં ક્રિકેટનો અનોખો ક્રેઝ છવાયેલો રહે છે. દેશના કોઈપણ ખૂણામાં ભારતીય ટીમ મેચ જોવા જઈ રહી હોય, તેમ છતા ઇન્ડિયન્સ દેશના કોઈપણ ખૂણે પહોંચીને સપોર્ટ કરવા પહોંચી જાય છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે ટેસ્ટમેચ યોજાઈ રહી છે. તેમાં વિરાટ કોહલીના હમશકલથી માંડીને નરેન્દ્રમોદીના ટીશર્ટો પહેરીને આવેલા સમર્થકોની એન્ટ્રી સ્ટેડિયમમાં થઈ ગઈ હતી.

ભારતમાં ક્રિકેટ ફેનો અલગ અંદાજમાં પહેરવેશ ધારણ કરીને ટીમને સપોર્ટ કરવા આવતા હોય છે. ત્યારે અમદાવાદમાં ટીમ ઈન્ડિયાને ચિયર કરવા માટે અંધજન મંડળમાંથી 11 પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો તેમના કોચ સાથે મેચ જોવા માટે આવ્યા હતા. આ તમામ ક્રિકેટ લવર્સોને તેમના કોચ પરેશ ઝાલા સ્ટેડિયમમાં મેચ જોવા માટે લઈને આવ્યા છે.​​​​​

કોચ અને 11 પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોએ સ્ટેડિયમમાં મેચની મજા માણી
કોચ અને 11 પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોએ સ્ટેડિયમમાં મેચની મજા માણી

11 પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો મેચ જોવા પહોંચ્યા
અમદાવાદ અંધજન મંડળમાંથી 11 પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો તેમના કોચ સાથે મેચ જોવા માટે મોટેરા સ્ટેડિયમમાં આવ્યા છે. મહત્વનું છે કે, આ ક્રિકેટરો મેચ નહીં જોઈ શકે પરંતુ તેમ છતા તમામ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો મેચને પોતાના અંતરમનથી નિહાળશે. તેમણે જણાવ્યું કે, તેઓ સ્ટેડિયમમાં જઈને ઇન્ડિયાની ટીમને ચિયર કરશે અને જીતવા માટે સપોર્ટ પણ કરશે. આ તમામ સમર્થકો ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. તેમણે ભારતને ચિયર કરવા માટે ગર્વ પણ વ્યક્ત કર્યો હતો.

મેચની પૂર્વે દરેકમાં ભારે ઉત્સાહની લાગણી છવાઈ
મેચની પૂર્વે દરેકમાં ભારે ઉત્સાહની લાગણી છવાઈ

કોચ ક્રિકેટના તમામ પળોની માહિતી આપતા રહેશે
આ 11 પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોના કોચ પરેશ ભાવસારે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આખા અમદાવાદનું ગર્વ છે, જેથી આ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોને મેચ જોવા લઇને આવવા બદલ તેમને ગર્વ વ્યક્ત કર્યો હતો. તેઓ તમામ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ પ્રેમીઓને મેચ અને સ્ટેડિયમની બધી માહિતી સમયસર આપશે. આ તમામ પળ-પળની અપડેટના આધારે દરેક પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો ટીમ ઈન્ડિયાને ચિયર કરશે.

દિલીપ જાડેજાએ મેચ જોવા લઈને આવેલા પોતાના કોચનો આભાર વ્યક્ત કર્યો (ડાબી બાજુ દિલીપ જાડેજા અને જમણી બાજુ કોચ પરેશ ભાવસાર)
દિલીપ જાડેજાએ મેચ જોવા લઈને આવેલા પોતાના કોચનો આભાર વ્યક્ત કર્યો (ડાબી બાજુ દિલીપ જાડેજા અને જમણી બાજુ કોચ પરેશ ભાવસાર)

પ્રજ્ઞાચક્ષુએ કોચનો આભાર માન્યો
આ મેચ અંગે પ્રજ્ઞાચક્ષુ દિલીપ જાડેજાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચેની ચોથી ટેસ્ટમેચ છે અને આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આ વાતને જાણીને તેમને ખૂબજ આનંદ થયો હતો. તેમણે પોતાના કોચ પરેશ ઝાલાનો આભાર માન્યો હતો અને તમામ તેમના સાથી મિત્રો ટીમ ઈન્ડિયાને ચિયર કરીને જીતવા માટે પ્રોત્સાહન પુરૂ પાડશે.

અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે મોટેરાનો લૂક
અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે મોટેરાનો લૂક

360 ડીગ્રી સ્ટેડિયમ
સામાન્ય રીતે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં અનુભવ કરતા હોઈએ છીએ કે પ્રેક્ષકો હંમેશાં આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે, જેને લીધે પિલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એકપણ પિલર નથી. મતલબ કે કોઈપણ સ્ટેન્ડમાં બેસીને મેચો સાથે આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે.

અન્ય સમાચારો પણ છે...