તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPLથી હટ્યા ઈંગ્લેન્ડના 3 ખેલાડી:જોની બેયરસ્ટો, ક્રિસ વોક્સ અને ડેવિડ મલાને ફેઝ-2માંથી નામ પાછું ખેંચ્યું, મોઈન અલી-સેમ કરન ટૂંક સમયમાં જ પહોંચ્શે UAE

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
જોની બેયરસ્ટો, ક્રિસ વોક્સ અને ડેવિડ મલાન IPL-14માં ભાગ નહીં લે - Divya Bhaskar
જોની બેયરસ્ટો, ક્રિસ વોક્સ અને ડેવિડ મલાન IPL-14માં ભાગ નહીં લે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માનચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ઈંગ્લેન્ડની ટીમમાંથી એક મોટી અપડેટ સામે આવી છે. ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જોની બેયરસ્ટો, ક્રિસ વોક્સ અને ડેવિડ મલાને UAEમાં યોજાનારા IPL-2થી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. મીડિયા રિપોટ્સ મુજબ ત્રણેય ખેલાડીઓએ અંગત કારણો આપી ટૂર્નામેન્ટમાંથી હટવાનો નિર્ણય કર્યો છે.

તો ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી રમતા ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલી અને સેમ કરન ટૂંક સમયમાં જ કોમર્શિયલ ફ્લાઈટથી લંડનથી દુબઈ પહોંચ્શે.

પહેલેથી શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી
બેયરસ્ટો, વોક્સ અને મલાનનું નામ પાછું ખેંચાયા પહેલાં બ્રિટિશ અખબાર ધ સનનો એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 5મી ટેસ્ટ રદ કરવામાં આવ્યા બાદ ઈંગ્લેન્ડના ખેલાડી ટીમ ઈન્ડિયાથી નારાજ છે અને કોઈ એક ખેલાડી IPL ફેઝ-2માંથી પોતાનું નામ પણ પાછું ખેંચી શકે છે.

આ ટીમોને લાગ્યા મોટા ઝાટકા
IPL-14 ફેઝ-2માં જોની બેયરસ્ટો સનરાઈઝર્સ હૈદરાબાદ, ડેવિડ મલાન પંજાબ કિંગ્સ અને ક્રિસ વોક્સ દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. આ ત્રણેય ખેલાડીઓના નામ પાછું ખેંચવામાં આવ્યા બાદ હૈદરાબાદ, દિલ્હી અને પંજાબને એક મોટો ઝાટકો લાગ્યો છે. ખાસ કરીને હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીને કેમકે બેયરસ્ટોએ છેલ્લાં 2 વર્ષમાં ટીમ માટે ઘણું જ સારું પ્રદર્શન કર્યું હતું.

પંજાબ કિંગ્સે ડેવિડ મલાનના રિપ્લેસમેન્ટ તરીકે સાઉથ આફ્રિકાના ઓપનર એડન માર્કરમને પોતાની ટીમ સાથે જોડ્યો છે. હૈદરાબાદ અને દિલ્હીએ પણ હજુ સુધી રિપ્લેસમેન્ટની કોઈ જ જાહેરાત કરી નથી.

ટૂંક સમયમાં CSK સાથે જોડાશે કરન અને અલી
જો કે એમએસ ધોનીને કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારા સમાચાર એ છે કે ટીમના બંને ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરન અને મોઈનલ અલી ફેઝ-2માં રમશે. બંને ખેલાડી ટૂંક સમયમાં જ લંડનથી એક કોમર્શિયલ ફ્લાઈટની મદદથી દુબઈ પહોંચ્શે.

3 ખેલાડી પહેલાં જ થઈ ગયા છે બહાર
IPL ફેઝ-2માં ઈંગ્લેન્ડના અનેક ખેલાડી પહેલાંથી પોતાનું નામ પાછું ખેંચી ચુક્યા છે. રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર પોતાના પહેલાં બાળકના જન્મને કારણે ફેઝ-2માં નહીં રમે. તો જોફ્રા આર્ચર ઈજાગ્રસ્ત હોવાને કારણે અને બેન સ્ટોક્સ માનસિક તણાવને કારણે ટૂર્નામેન્ટમાં જોવા નહીં મળે.

મુંબઈના ખેલાડી UAE પહોંચ્યા
છેલ્લાં 2 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માન્ચેસ્ટરથી UAE પહોંચી ગયા છે. આ તમામ ખેલાડી પોતાના પરિવારની સાથે એક પ્રાઈવેટ જેટથી ઈંગ્લેન્ડથી UAE પહોંચ્યા છે. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સની નજર સતત ત્રીજી વખત IPLની ટ્રોફી જીતીને, હેટ્રિક કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...