ભારતમાં કોરોના પછી ક્રિકેટની રમત વાપસી માટે તૈયાર છે. ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ ચેન્નાઈના એમ. ચિદમ્બરમ્બ ખાતે રમાશે. પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નથી, જ્યારે બીજી ટેસ્ટ 50% દર્શકોને એન્ટ્રી આપવામાં આવી છે. ત્યારે વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ખાતે પણ ત્રીજી ટેસ્ટમાં મિનિમમ 50% દર્શકોને એન્ટ્રી મળશે તે નક્કી થઈ ગયું છે. મોટેરા ખાતેની સર્વપ્રથમ ટેસ્ટ માટે PM નરેન્દ્ર મોદી પોતે પણ હાજર રહે તેવી શક્યતા છે.
100% ફેન્સને પણ એન્ટ્રી મળી શકે
27 ડિસેમ્બરના રોજ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ સ્પોર્ટ્સને રિઝ્યુમ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી હતી. આ SOP અનુસાર 50% દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ માટે છૂટ મળશે. તેમાં ઉલ્લેખ કરાયો છે કે, "દરેક સ્પર્ધાનું ગૃહ મંત્રાલય (એમએચએ)ની ગાઇડલાઇન્સ હેઠળ આયોજન થવું જરૂરી છે." જોકે, 2 દિવસ પહેલાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ અપડેટ કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર 100% દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રીની પરમિશન છે. તેવામાં બની શકે છે કે, મોટેરા ખાતે હાઉસફૂલ પણ થઈ જાય.
પિન્ક બોલથી રમાશે મોટેરા ખાતેની પ્રથમ મેચ
અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ ડે-નાઈટ ટેસ્ટમાં ઇન્ડિયન ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે. 18 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ અમદાવાદ આવશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે.
ચેન્નાઈમાં બીજી ટેસ્ટમાં 50% દર્શકોને એન્ટ્રી
ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.
મોટેરાની બેઠક ક્ષમતા મેલબોર્ન કરતાં 20% વધારે
મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે. મેલબોર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 18 હજારના માર્જિનથી તેને હરાવ્યું છે.
360 ડિગ્રી સ્ટેડિયમ
સામાન્ય રીતે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં અનુભવ કરતા હોઈએ છીએ કે પ્રેક્ષકો હંમેશા આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે. જેને લીધે પીલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એક પણ પીલર નથી. મતલબ કે કોઈ પણ સ્ટેન્ડમાં બેસીને મેચો જોવો આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.