કોહલીએ ખેલાડીઓમાં ઉત્સાહ વધાર્યો:દ્રવિડના કહેવા પર કોહલીએ મોટિવેશનલ સ્પીચ આપી

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોહલીને કોરોના થયો હતો, પરંતુ હવે સ્વસ્થ છે

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ત્રણેય ફોર્મેટમાં કુલ 7 મેચનો 1 જુલાઈથી પ્રારંભ થઈ રહ્યો છે. એક ટેસ્ટ (રિ-શેડ્યૂલ), 3 ટી-20 અને 3 વન-ડે રમાશે. આ માટે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે અને આકરી પ્રેક્ટિસ કરી રહ્યા છે. દરમિયાન ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડના કહેવા પર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ મિટિંગમાં મોટિવેશનલ સ્પિચ આપી. તે ટીમનો સૌથી સિનિયર ખેલાડી છે. એવામાં જો તે ટીમને મોટિવેટ કરે છે તો તે ઘણું સારું છે.

આ દરમિયાન જ સીરિઝમાં ફરી કોરોનાનું સંકટ જોવા મળ્યું. ઓફ સ્પિનર કોરોના થવાને કારણે ઈંગ્લેન્ડ પહોંચ્યો નથી. કોહલીને પણ ઈંગ્લેન્ડ પહોંચતા પહેલા કોરોના થયો હતો. તે માલદિવમાં રજા માણ્યા બાદ પરત આવતા સમયે કોરોનાનો શિકાર બન્યો હતો. તે ફિટ થઈ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...