તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ashwin Jadeja Led The Team In Tough Conditions, Including The Top Wicket Taker Against Australia In The Current Squad.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય સ્પિન સામે ફસાયું ઓસ્ટ્રેલિયા:અશ્વિન-જાડેજાએ અઘરી પરિસ્થિતિમાં ટીમને સંભાળી, વર્તમાન ટીમમાં ઓસ્ટ્રેલિયા સામે ટોપ વિકેટ ટેકર પણ

સિડની2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના અને અનેક વિવાદો વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝ ચાલુ છે. અત્યારે, 4 મેચની શ્રેણી 1-1ની બરાબરી પર છે. ત્રીજી મેચ 7 જાન્યુઆરીએ સિડનીમાં અને છેલ્લી મેચ 15એ બ્રિસ્બેનમાં રમાશે. ગઈ ટેસ્ટ 8 વિકેટથી જીતનાર ટીમ ઈન્ડિયા સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

પહેલા ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા પ્રવાસ પર આવ્યો ન હતો. આ પછી, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા. આવી સ્થિતિમાં બોલિંગની આખી જવાબદારી સિનિયર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની સાથે પેસર જસપ્રિત બુમરાહ પર આવી ગઈ છે. જોકે, અશ્વિન અને જાડેજાના રેકોર્ડ્સ અને શ્રેણીની છેલ્લી બે મેચમાં પ્રદર્શનને જોતા તેઓ ટીમને ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યા છે.

અશ્વિન અને જાડેજા પર મદાર

 • જો તમે ઓસ્ટ્રેલિયા સામે ઓવરઓલ વિકેટ લેનારા ભારતીય બોલરો પર નજર નાખો તો વર્તમાન ટીમમાં અશ્વિન અને જાડેજા ટોપ પર છે.
 • ટોપ -10ની યાદીમાં હાલની ટીમના આ બે જ બોલરો છે.
 • જો કે ઝડપી બોલર ઇશાંત શર્મા 25 ટેસ્ટમાં 59 વિકેટ સાથે 7મા નંબર પર છે, પરંતુ તે પ્રવાસ માટે ટીમમાં નથી.

ભારતીય સ્પિનરે પ્રથમ વખત ડે-નાઇટ ટેસ્ટમાં વિકેટ લીધી

 • ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ ડે-નાઈટ હતી. તે ભારતની વિદેશમાં પ્રથમ અને ઓવરઓલ બીજી પિન્ક બોલ ટેસ્ટ હતી.
 • ભારત વતી કોઈ સ્પિનરે પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટમાં વિકેટ ઝડપી હતી.
 • અશ્વિને એડિલેડ ખાતે પ્રથમ દાવમાં 4 અને બીજા દાવમાં 1 વિકેટ લીધી હતી.
 • જાડેજા ઇજાગ્રસ્ત હોવાથી આ મેચ રમ્યો નહોતો.

અશ્વિને સ્મિથને ફસાવ્યો

 • સીરિઝની 4 ઇનિંગ્સમાં અશ્વિને સ્મિથને 2 વાર આઉટ કર્યો. બોક્સિંગ ડે ટેસ્ટમાં તેણે સ્મિથને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો હતો.
 • અશ્વિન એટલો હાવી રહ્યો છે કે સ્મિથ 2 ટેસ્ટની 4 ઇનિંગ્સમાં 10 રન જ બનાવી શક્યો છે.

જાડેજાએ બીજી ટેસ્ટમાં ફિફટી મારી, 3 વિકેટ પણ લીધી

 • જાડેજા ઇજાને કારણે પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો નહોતો. તેણે બીજી ટેસ્ટમાં ફિફટી મારી અને 3 વિકેટ પણ લીધી. તેણે 159 બોલમાં 57 રન કર્યા હતા.
 • અજિંક્ય રહાણે સાથે છઠ્ઠી વિકેટ માટે 121 રનની નિર્ણાયક ભાગીદારી કરી.
 • આ મેચમાં અશ્વિને 5 શિકાર કર્યા. બંનેએ શમી અને ઉમેશની ગેરહાજરીમાં ટીમને સંભાળી જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો