તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ:ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ પહેલા અશ્વિન કાઉન્ટી મેચ રમી શકે છે, વર્ક વિઝા લેવાના પ્રયાસ ચાલુ

લંડન22 દિવસ પહેલા
  • કૉપી લિંક
અશ્વિન નોટિંઘમશાયર - ફાઇલ તસવીર - Divya Bhaskar
અશ્વિન નોટિંઘમશાયર - ફાઇલ તસવીર
  • ભારતીય ટીમના ખેલાડીઓ હાલ ઇંગ્લેન્ડમાં છુટ્ટી મનાવી રહ્યા છે
  • અશ્વિન નોટિંઘમશાયર અને વાર્સેટરશાયર કાઉન્ટી ટીમ તરફથી રમી ચુક્યો છે

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓફ સ્પિનર અસ્વિન ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા કાઉન્ટી મેચ રમી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સરે ટીમ માટે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં એક મેચમાં ભાગ લઇ શકે છે. જોકે અશ્વિન આ મેચ ત્યારે જ રમી શકશે જો તેને સમયસર વર્ક વિઝા મળશે. સરે કાઉન્ટીને આશા છે કે તેને સમયસર વિઝા મળી જશે. આ મેચ 11 જુલાઈથી શરૂ થઇ રહી છે.

અશ્વિન 2 કાઉન્ટી ટીમ માટે રમી ચૂક્યો છે
અશ્વિન પહેલા પણ કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે. તે નોટિંઘમશાયર અને વાર્સેટરશાયર ટીમ તરફથી રમી ચુક્યો છે. ઇંગ્લિશ કાઉન્ટી ટીમોને બે વિદેશી ખેલાડીઓને ટીમમાં સમાવી શકે છે. સરે પાસે હાશિમ અમલા અને કાઇલી જેમિસનના રૂપમાં બે વિદેશી ખેલાડીઓ છે. પણ જેમિસન ગત મેચમાં ઇજાગ્રસ્ત થઇ ગયો હોવાતી તે માત્ર 6 ઓવરની જ બોલિંગ કરી શક્યો હતો. હવે પછીની મેચમાં તેના સ્થાને અશ્વિનને જોડવા માંગે છે.

ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ઇંગ્લેન્ડમાં 20 દિવસની છુટ્ટી મનાવી રહ્યા છે. બધા જ ખેલાડી 14 જુલાઈના રોજ લંડનમાં ભેગા થશે. ત્યાર બાદ ટીમ ડરહમ જવાનું રહેશે. ડરહમમાં કાઉન્ટી સિલેક્ટ ટીમ સામે અભ્યાસ મેચ રમવાની છે. તો તેની સાથે જ ટીમ ઇન્ડિયા ટેસ્ટ સીરિઝ માટે અભ્યાસ પણ કરસે. ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ 4 ઓગસ્ટથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...