અફઘાનિસ્તાન-પાકિસ્તાન મેચ બાદ ધડાધડી:ચાહકોએ સ્ટેડિયમમાં એકબીજા પર ખુરસીઓ ફેંકી, આસિફે મેચમાં ફરીદ સામે બેટ ઉગામ્યું હતું

દુબઈ21 દિવસ પહેલા
  • બંને દેશના ફેન્સ સામસામે આવી ગયા હતા

બુધવારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ સ્ટેડિયમમાં જ બંને દેશના ફેન્સ સામસામે આવી ગયા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આમાં ચાહકો એકબીજા પર ખુરસી ફેંકતાં અને સૂત્રોચ્ચાર કરતાં જોવા મળે છે.

VIDEOમાં જોવા મળી રહ્યું છે કે અફઘાનિસ્તાન-પાકિસ્તાનના ચાહકો સ્ટેન્ડમાં ખુરસીઓ ઉખાડીને ફેંકતા પોતાના દેશોના ઝંડા લહેરાવી રહ્યા છે. અહેવાલો અનુસાર, મેચ હાર્યા બાદ અફઘાન સમર્થકોએ સ્ટેડિયમમાં કેટલાક પાકિસ્તાની ચાહકોને માર માર્યો હતો.

નસીમ શાહ છેલ્લી ઓવરમાં સતત બે છગ્ગા ફટકાર્યા બાદ ઉજવણી કરે છે.
નસીમ શાહ છેલ્લી ઓવરમાં સતત બે છગ્ગા ફટકાર્યા બાદ ઉજવણી કરે છે.

સુપર ફોરની મેચની છેલ્લી ઓવર સુધી અફઘાનિસ્તાન જીતી જશે એવું લાગતું હતું. પાકિસ્તાનની છેલ્લી વિકેટ ક્રીઝ પર હતી અને નસીમ શાહ સ્ટ્રાઇક પર હતો. 6 બોલમાં 12 રનની જરૂર હતી. સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી રહેલા ફઝલ્લાહ ફારુકીના હાથમાં બોલ હતો. એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાનની હાર નિશ્ચિત છે, પરંતુ ફારુકીએ સતત 2 બોલમાં ફુલટોસ ફેંક્યો અને નસીમે બંને બોલ પર સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી. અહેવાલો અનુસાર, આ પછી અચાનક સ્ટેડિયમમાં લડાઈ શરૂ થઈ ગઈ.

આસિફ અને ફરીદની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

આસિફ અલી અને અફઘાન ફાસ્ટ બોલર ફરીદ વચ્ચે મેચ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આસિફ અલી અને અફઘાન ફાસ્ટ બોલર ફરીદ વચ્ચે મેચ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી.

મેચ દરમિયાન પાકિસ્તાની બેટર આસિફ અને અફઘાની બોલર ફરીદની વચ્ચે તીવ્ર ચકમક જરી હતી. 19મી ઓવર માટે આવેલા ફરીદના ચોથા બોલ પર આસિફે સિક્સ ફટકારી હતી. તેના બીજા જ બોલે ફરીદે આસિફને કેચ આઉટ કરાવી દીધો હતો. નોન-સ્ટ્રાઈકર આસિફ અને ફોલો થ્રુ તરફ જઈ રહેલા ફરીદ વચ્ચે ટક્કર થઈ. આ પછી બંનેએ એકબીજાને કંઈક કહ્યું અને આસિફે ફરીદને મારવા માટે બેટ ઉગામ્યું હતું. બંને ટીમના ખેલાડીઓએ બચાવમાં આવવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...