ભારત અને પાકિસ્તાન મેચના ટોપ-6 મોમેન્ટ્સ:અર્શદીપે કેચ છોડ્યો તો રોહિતે જોરથી રાડ પાડી, હુડ્ડાએ 90 ડિગ્રી ઝુકીને શોટ ફટકાર્યો

3 મહિનો પહેલા

એશિયા કપના સુપર-4 મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ ભારે રોમાંચક રહ્યો હતો. છેલ્લી ઓવરની પાંચમી બોલ ઉપર આ મેચનું પરિણામ આવ્યુ હતુ. જેમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યુ હતુ. આ મેચમાં ઘણા એવા મોમેન્ટ્સ છે, જે ભારત અને પાકિસ્તાનના ચાહકો ક્યારેય ભૂલી શક્શે નહિ.

6. ખુશદીલ શાહ અને ફખર ઝમને 14 વર્ષ જુવી ભૂલનું પુનરાવર્તન કર્યુ નહતુ

ઘણા ક્રિકેટ ચાહકોને એ યાદ હશે જેમાં સઈદ અજમલ અને શોએબ મલિકે 2008માં વેસ્ટઈન્ડિઝની સામે ક્રિસ ગેલનો કેચ વિચિત્ર રીતે છોડી દીધો હતો. ત્યારે અજમલ અને મહિલ બન્ને પ્લેયર્સ બોલની નીચે આવી ગયા હતા. પરંતુ બન્નેમાંથી કોઈએ કેચ પકડ્યો નહિ. ત્યારે રવિવારે રમાયેલી મેચમાં પણ આવું જ કંઈક જોવા મળે તેમ હતુ. ભારતની ઇનિંગમાં રોહિત શર્માએ છઠ્ઠી ઓવરની પહેલી બોલ ઉપર છગ્ગો ફટકારવા ગયો હતો, પરંતુ બોલ દૂર ગઈ નહોતી અને બોલની નીચે બે ફિલ્ડર્સ હતા, ખુશદીલ શાહ અને ફખર ઝમન. ભારતીય ફેન્સને એ આશા હતી કે કે કેચ છૂટી જશે, પરંતુ તેવું થયુ નહિ. બન્ને પ્લેયર્સ એકબીજા સાથે ટકરાયા હતા, પરંતુ ખુશદીલે રોહિતનો કોચ પકડી લીધો હતો. રોહિત શર્માએ 16 બોલમાં 28 રન બનાવ્યા હતા.

5. રવિ શાસ્ત્રીથી ટોસ દરમિયાન થઈ ભૂલ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા હાઈ વોલ્ટેજ રહેતી હોય છે. જેમાં બન્ને ટીમ ઘણી વાર નાની-મોટી ભૂલ કરતી રહેતી હોય છે. આવું જ કંઈક સુપર-4ના મેચમાં જોવા મળ્યુ હતુ. પરંતુ આ વખતે ભૂલ ખેલાડીઓથી નહિ, પરંતુ કમેન્ટેટર રવિ શાસ્ત્રીથી થઈ હતી.

રોહિત શર્માએ ટોસનો સિક્કો ઉછાળ્યો હતો. અને બાબર આઝમે ટેઈલ્સ કહ્યુ હતુ. ત્યારે જ રવિ શાસ્ત્રીએ માઈકમાં ટેઈલ્સની જગ્યાએ હેડ્સ બાલ્યા હતા. ટોસ તો પાકિસ્તાનના પક્ષમાં જ પડ્યો હતો. મેચ ઓફિશિયલ્સ અને રવિ શાસ્ત્રીને અમુક ક્ષણ માટે કંઈક સમજાયુ નહતુ. પરંતુ બધુ તરત જ થાળે પડી ગયુ હતુ. રોહિતે બાબર આઝમને જણાવ્યુ હતુ કે ટોસ જીત્યો છે.

4. રિઝવાનને ઈજા પહોંચતા મેચ 10-15 મિનિટ માટે રોકવી પડી

પાકિસ્તાનના બોલરોએ મેચમાં ઘણા એક્સ્ટ્રાસ આપ્યા હતા. તેમાં એક એક્સ્ટ્રા રનને રોકવા માટે પાકિસ્તાનના વિકેટકિપર મોહમ્મદ રિઝવાને તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. એક બાઉન્સરને રોકવા જતા રિઝવાનને ઈજા પહોંચી હતી.

વાત એમ છે કે 14મી ઓવરની ચોથી બોલ પર મોહમ્મદ હસનૈને હાર્દિકને ઝીરોમાં આઉટ કર્યો હતો. તેના આઉટ થવાથી હસનૈન આક્રમક રૂપમાં દેખાતો હતો. ક્રિઝ ઉપર નવો બેટ્સમેન દીપક હુડ્ડા આવ્યો હોત અને તેનું સ્વાગત હસનૈને બાઉન્સરથી કર્યો હતો. જોકે તે બોલ વિકેટકિપરના માથા પરથી પણ નીકળી ગયો હતો. રિઝવાને તે બોલને પકડાવા માટે છલાંગ લગાવી હતી. પરંતુ તે પકડી શક્યો નહતો. આ દરમિયાન રિઝવાનને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. જેનાંમ કારણે મેચને 10-15 મિનિટ માટે રોકવામાં આવી હતી.

3. ફખર ઝમને યાદ અપાવી હસન અલીની યાદ

પાકિસ્તાનને ભારત સામે મળેલી હારનો બદલો લેવો હતો. પરંતુ ભારત જ્યારે બેટિંગ કરી રહ્યુ હતુ ત્યારે પાકિસ્તાનની ફિલ્ડિંગ જોઈને એવું લાગી રહ્યુ નહતુ કે તેમને બદલો લેવો હોય! તેમણે ઘણા મોકા ગુમાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની ઇનિંગની છેલ્લી ઓવરના છેલ્લા બે બોલે રવિ બિશ્નોઈએ બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ બન્ને બોલને આસાનીથી રોકાઈ શકે તેમ હતી. પરંતુ ફખર ઝમન તે બન્ને બોલને રોકી શકવામાં નિષ્ફળ રહ્યો હતો અને ભારતને બે બોલમાં 8 રન મળ્યા હતા.

ફખર ઝમનની મિલફિલ્ડિંગે 2021ના T20 વર્લ્ડ કપમાં હસન અલીએ કરેલા ડ્રોપ કેચની યાદ અપાવી દીધી હતી. હસને સેમિફાઈનલમાં ઠીક તે જ ફિલ્ડિંગ પોઝીશન ઉપર ઓસ્ટ્રેલિયાના મૈથ્યુ વેડનો કેચ છોડ્યો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાએ તે મેચ જીતી લીધી હતી. જોકે ફખર ઝમને કરેલી મિસફિલ્ડિંગના કારણે ભારત જીતી શક્યુ નહતુ. એ તો સારુ થયુ કે પાકિસ્તાનના બેટ્સમેનઓએ રન બનાવ્યા હતા. બાકી તો પાકિસ્તાનના ફેન્સ ફખર ઝમનને ખૂબ ટ્રોલ કરવાના મૂડમાં હતા.

2. હુડ્ડાના શોટથી કોહલી પણ અચંબામાં​​​​​​​

ભારતીય ઇનિંગની 17મી ઓવરમાં હુડ્ડા ક્રિઝ ઉપર હતો. બોલિંગમાં મોહમ્મદ હસનૈન હતો. ત્યારે હસનૈને દીપક હુડ્ડાને બાઉન્સર માર્યો હતો. પહેલા તો બધાને એવું લાગ્યુ કે હુડ્ડા બોલથી બચવા માટે ઝુક્યો હતો, પરંતુ તે અંદાજે 90 ડિગ્રી સુધી ઝૂકીને તેણે અપર કટ શોટ મારીને બાઉન્ડ્રી મારી હતી. હુડ્ડાના આ શોટને જોઈને સામેની છેડે ઉભેલા કોહલી પણ ચોંકી ગયો હતો. અને તેણે હુડ્ડાના વખાણ કર્યા હતા.

1. અર્શદીપની ભૂલ ઉપર રોહિત ભડક્યો​​​​​​​​​​​​​​

રવિ બિશ્નોઈ પાકિસ્તાન સામેની મેચમાં સૌથી સફળ બોલર રહ્યો હતો. યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ પોતાની બોલિંગથી પાકિસ્તાન માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો. તેવામાં કેપ્ટન રોહિત શર્માએ 18મી ઓવર બિશ્નોઈને આપી હતી.

રવિ બિશ્નોઈએ બે બોલમાં માત્ર 2 રન જ દીધા હતા. ઓવરની ત્રીજી બોલ ઉપર આસિફ અલીએ સ્લોગ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. બોલ એડ્જ લાગી હતી, જેનાં કારણે બોલ હવામાં ઉછળ્યો હતો અને થર્ડ મેન ઉપર ગયો હતો. જ્યાં અર્શદીપ સિંહ ઉભો હતો. જોકે તેણે આ આસાન કેચ છોડી દીધો હતો. કેચ છૂટ્યા પછી કેપ્ટન રોહિત શર્મા ભડકી ગયો હતો અને ખૂબ જ ગુસ્સે થયો હતો. કારણ કે તે વિકેટ ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

આ મેચમાં પહેલા વાર એવું નહિ થયુ કે રોહિત શર્મા ફિલ્ડ ઉપર ગુસ્સે થયો હોય. ભારતીય ઇનિંગની 13માં ઓવરમાં પંત રિવર્સ શોટ મારવામાં આઉટ થયો હતો, ત્યારે રોહિતે પંતને પેવેલિયનમાં તેના આ શોટ વિશે પૂછ્યુ હતુ. કેમેરામાં આ બધુ જ કેદ થઈ ગયુ હતુ. જેમાં સાફ દેખાતુ હતુ કે રોહિત પંત ઉપર ગુસ્સોમાં સવાલ કરી રહ્યો હતો.