તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજય હઝારે ટ્રોફી:અરઝાન નગવાસવાલાએ તરખાટ મચાવતાં 6 વિકેટ ઝડપી, ગુજરાતે છત્તીસગઢને 3 વિકેટે હરાવ્યું

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
અરઝાન નગવાસવાલાનો ફાઇલ ફોટો. - Divya Bhaskar
અરઝાન નગવાસવાલાનો ફાઇલ ફોટો.

ગુજરાતની ટીમે વિજય હઝારે ટ્રોફીમાં પોતાની પ્રથમ મેચમાં સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. ઓપનિંગ મેચમાં ગુજ્જુ બોય્ઝે છત્તીસગઢને 3 વિકેટે માત આપી. ટોસ હાર્યા પછી પ્રથમ બોલિંગ કરતાં ગુજરાતની ટીમે છત્તીસગઢને 231 રનમાં ઓલઆઉટ કર્યું. ડાબોડી ફાસ્ટ બોલર અરઝાન નગવાસવાલાએ બોલ સાથે તરખાટ મચાવતા 6 વિકેટ ઝડપી. 232 રનનો પીછો કરતાં ગુજરાતે 11 બોલ બાકી રાખી મેચ જીતી.

અરઝાનનો ઘાતક સ્પેલ
અરઝાને સૈયદ મુસ્તાક અલીમાં સફળતા પછી આ ટૂર્નામેન્ટ ઓપનરમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું. તેણે 9.5 ઓવરમાં 54 રન આપીને 6 વિકેટ ઝડપી. ચિંતન ગજાએ 2, જ્યારે પિયુષ ચાવલા અને તેજસ પટેલે 1-1 વિકેટ લીધી. છત્તીસગઢ માટે વિકેટકીપર શશાંક ચંદ્રાકરે 107 બોલમાં 8 ફોર અને 4 સિક્સની મદદથી 92 રન કર્યા.

રનચેઝમાં કોઈએ ફિફટી મારી નહીં
232 રનનો પીછો કરતાં ગુજરાતી બેટ્સમેનને શરૂઆત તો મળી પરંતુ કોઈ તેને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યું નહીં. વિકેટકીપર ધ્રુવ રાવલ અને ભાર્ગવ મેરાઈએ 38, હેટ પટેલે 35, ચિરાગ ગાંધીએ 32 અને રીપલ પટેલે 28 રનનું યોગદાન આપ્યું. 190 રનમાં 5 વિકેટ ગુમાવ્યા પછી પિયુષ ચાવલાએ 17 અને ચિંતન ગજાએ 12* રન કરીને સુનિશ્ચિત કર્યું કે, ટીમ સરળતાથી ફિનિશિંગ લાઈન ક્રોસ કરે. ગુજરાતની ટીમ 22 તારીખે પોતાની બીજી મેચમાં સુરત ખાતે જ ગોવા સામે ટકરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો