RBI અંડર-15 ફુટબોલ ચેમ્પિયનશિપ:ARA-FCએ એકતરફી મેચમાં 9-0થી ફ્લોરીને હરાવી ટાઈટલ જીત્યું, શ્રેયસને બેસ્ટ ગોલકીપરનો અવોર્ડ મળ્યો

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ગ્રુપમાં ટીમને વિભાજીત કરી ટૂર્નામેન્ટનું આયોજન કરાયું

અમદાવાદમાં આયોજિત અંડર-15 ફુટબોલ ટૂર્નામેન્ટ RBI ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ARA-FCએ 9-0ના મોટા માર્જિનથી જીતી લીધી છે. અમદાવાદમાં આ ફુટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કોચ વિજય અને પી.બી પુને દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 6 ટીમે ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આવી ટૂર્નામેન્ટના આયોજનથી અમદાવાદ સ્થિત યુવા ફુટબોલ પ્લેયર્સની કારકિર્દીને એક નવી દિશા મળી રહી છે.

પર્વ ઠક્કરની ટ્રોફી સાથે તસવીર
પર્વ ઠક્કરની ટ્રોફી સાથે તસવીર

બે ગ્રુપમાં ટીમને વિભાજીત કરી ટૂર્નામેન્ટનું આયોજન કરાયું
આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 6 ટીમને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી હતી. જેમાંથી ગ્રુપ-Aની ટીમ ARA-FC અને ગ્રુપ-Bની ટીમ ફ્લોરી SA વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ARA-FCએ એકતરફી આક્રમક રમત દાખવી બેક ટુ બેક 9 ગોલ કર્યા હતા, જેના જવાબમાં ફ્લોરી FC એકપણ ગોલ નોંધાવી શકી નહોતી. તેથી ગ્રુપ-Aની ટીમ ARA-FCએ શાનદાર પ્રદર્શન દાખવી 9-0ના માર્જિનથી આ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. ત્યારપછી પ્રેઝેન્ટેશન સેરેમનીમાં સારુ પ્રદર્શન દાખવનારા ખેલાડીઓને અવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન દાખવનારા ખેલાડીઓ

  • બેસ્ટ ગોલકીપર અવોર્ડઃ શ્રેયસ.બી.
  • બેસ્ટ ડિફેન્ડર અવોર્ડઃ રેહાન કિલદાર
  • બેસ્ટ મિડફિલ્ડરઃ સિદ્ધાર્થ પનિકર
  • બેસ્ટ ફોરવર્ડઃ આયાન કિલદાર

ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમ

  • ARA-FC
  • કિગ સ્ટાર S.A.
  • પોલિસ એકેડમી
  • ફ્લોરા S.A.
  • ભાવનગર FC
  • MEU-FC
અન્ય સમાચારો પણ છે...