15 વર્ષ પછી ટીમ ઈન્ડિયા પાસે T20 વર્લ્ડ કપ જીતવાની તક હતી. હવે ભારતીય ટીમ 18 નવેમ્બરે વેલિંગટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ T20 મેચની સિરીઝ રમવા જઈ રહી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે બદલાઈ ચૂકી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ આ સિરીઝ નહીં રમે. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન હશે.
આવામાં અમે આ સ્ટોરીમાં જણાવીશું કે 18 નવેમ્બરે શરૂ થનાર સિરીઝમાં કયા 11 ખેલાડીઓને તક મળશે.
ઓપનિંગ જોડી કંઈક આવી હોઈ શકે
રોહિત શર્મા અને કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ T20 સિરીઝમાં નથી રમી રહ્યા. આવી પરિસ્થિતિમાં યુવા ખેલાડી ઈશાન કિશન ટીમમાં ઓપનિંગ કરી શકે છે. ઈશાન એક વિસ્ફોટક પ્લેયર છે. તેનો સ્ટ્રાઈક રેટ 131.15નો છે. ઈશાનનો સાથ દીપક હુડ્ડા આપી શકે છે. વર્લ્ડ કપની ટીમમાં દીપકને જગ્યા મળી હતી, પરંતુ તેને ખૂબ ઓછી તક મળી.
દીપક ભારતીય ટીમ માટે પહેલા પણ ઓપનિંગ કરી ચૂક્યો છે, અને તેનો સ્ટ્રાઈક રેટ 153.40નો છે.
મિડલ ઓવરમાં આ ખેલાડીઓને તક મળશે
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ t20 સિરીઝમાં નંબર 3 પર સ્ટાર પ્લેયર શ્રેયલ અય્યર બેટિંગ કરવા ઉતરી શકે છે. શ્રેયસ હાલ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. નંબર 4 પર સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. નંબર 5 પર કેપ્ટન હાર્દિક પંડ્યા ઉતરી શકે છે. બોલિંગમાં પણ આ ખેલાડી યોગદાન આપી શકે છે.
પંત વિકેટકીપર હોઈ શકે છે
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટર રિષભ પંત હોઈ શકે છે. તેને નંબર 6 પર તક મળી શકે છે. તે મેત ફિનિશરની પણ ભૂમિકા ભજવી શકે છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ દિનેશ કાર્તિક પર ભરોષો કર્યો હતો. પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
લોવર ઓર્ડરમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન
લોવર ઓર્ડરમાં નંબર 7 પર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની જગ્યા નક્કી છે. સુંદર નંબર 7 પર બેટિંગની સાથે-સાથે ઓફ સ્પિન બોલિંગથી પણ ટીમમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
બોલિંગમાં કોને મળી શકે તક?
લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી મેચમાં તક મળવાની નક્કી છે. સમગ્ર વર્લ્ડ કપમાં આ ખેલાડીને તક મળી નહતી. જેના કારણે ટીમ મેનેજમેન્ટની ઘણી ટીકાઓ થઈ હતી. આ સિવાય મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલને ફાસ્ટ બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે.
પ્રથમ T20 માટે સંભવિત પ્લેઇંગ XI
ઈશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.