તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Apart From The Under 19 IPL, There Is Little Chance Of A Comeback After An Error, As The Bowler Has Only 4 Overs: Ravi Bishnoi

ઈન્ટરવ્યૂ:અંડર-19થી આઈપીએલ અલગ, અહીં ભૂલ પછી પુનરાગમનની સંભાવના ઓછી રહે છે, કેમ કે બોલર પાસે માત્ર 4 ઓવર જ હોય છે: રવિ બિશ્નોઈ

જયપુર7 દિવસ પહેલાલેખક: સંજીવ ગર્ગ
  • કૉપી લિંક
રવિ બિશ્નોઈ - ફાઇલ તસીવર
  • પંજાબ તરફથી રમતા યુવાન સ્પિનરે કહ્યું, અત્યારે ફોકસ માત્ર ટી20 પર, ટીમ ઈન્ડિયા અંગે વિચારતો નથી

અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ કિંગ્સ ઈલેવન પંજાબ ટીમનો મુખ્ય બોલર છે. રાજસ્થાનનો બિશ્નોઈ અત્યાર સુધી 8 મેચમાં 8 વિકેટ લઈ ચુક્યો છે. તેણે કહ્યું કે, અંડર-19 વર્લ્ડ કપથી આઈપીએલ એ અર્થમાં અલગ છે કે, અહીં બોલર પાસે માત્ર 4 ઓવર હોય છે. આથી ભૂલ કર્યા પછી પુનરાગમનની સંભાવના ઓછી હોય છે. અત્યારે મારું સંપૂર્ણ ધ્યાન ટી20 લીગ પર છે. ટીમ ઈન્ડિયા અંગે વિચારી નથી રહ્યો. વાતચીતના અંશ....

સવાલઃ ટીમના કોચ અને મેન્ટર અનિલ કુંબલે છે. તેની પાસેથી શું નવું શીખવા મળ્યું?
જવાબઃ
તેની જેમ હું પણ લેગ સ્પિનર છું. દબાણમાં કઈ રીતે બોલિંગ કરવી તેના અંગે શીખવાડ્યું. ફ્લિપર પર પણ તેમની સાથે ઘણી મહેનત કરી છે. કોઈ પણ ખેલાડી માટે આઈપીએલ મોટો મંચ છે. અહીં સારા દેખાવથી ઓળખ મળે છે. હું પ્રયાસ કરી રહ્યો છું કે, અહીં મારું 100 ટકા આપું. ભવિષ્ય અંગે કંઈ વિચાર્યું નથી.

સવાલઃ આઈપીએલમાં અનેક મોટા બેટ્સમેનોની વિકેટ લીધી છે. સામે મોટો બેટ્સમેન હોવાથી શું વધારાનું દબાણ રહે છે?
જવાબઃ
સામેનો બેટ્સમેન કેટલો મોટો છે એ વિચારીનું હું બોલિંગ કરતો નથી. આ એ સાચું છે કે, આઈપીએલમાં તમને દુનિયાના બેસ્ટ બેટ્સમેનો સામે બોલિંગ કરવાની તક મળે છે, જેનાથી આત્મવિશ્વાસ પણ વધે છે.

સવાલઃ તમે રાઉન્ડ ધ વિકેટઅને ઓવર ધ વિકેટ બંને તરફથી બોલિંગ કરો છો. તેનું શું કારણ છે?
જવાબઃ
મેં અંડર-19માં એક વખત આ રીતે બોલિંગ કરી હતી. પછી મારા કોચ શાહરૂખ(પઠાણ) અને પ્રદયોત (સરેચાન)ને નેટ્સમાં મને તેની ઘણી પ્રેક્ટિસ કરાવી છે. યુએઈમાં પણ કુંબલે સરને નેટ્સ પર ઘણી મહેનત કરી છે. તેમણે કહ્યું કે, તું કરી શકે છે અને મેં પ્રયાસ કર્યો. હું ટીમમાં સૌથી નાનો છું, એટલે બધા મને સપોર્ટ કરે છે. મજાક-મસ્તી બધા કરે છે, પરંતુ યુનિવર્સલ બોસ (ક્રિસ ગેલ)નો જવાબ નથી.

સવાલઃ ટીમ સારું કરે છે, પરંતુ રિઝલ્ટ સારું નથી આવતું. ડ્રેસિંગ રૂમમાં કેવો માહોલ રહે છે?
જવાબઃ
સારું કરીને હારીએ છીએ તો ડ્રેસિંગ રૂમમાં નિરાશાનો માહોલ હોતો નથી. કોચ કુંબલે, કેપ્ટન રાહુલ અને મેનેજમેન્ટને મારા પર વિશ્વાસ છે. મારા માટે આ જ મોટી વાત છે. મારો પૂરો પ્રયાસ રહે છે કે, હું વિશ્વાસમાં સાબિત થઉં અને મારું બેસ્ટ આપું.

સવાલઃ અંડર-19 વર્લ્ડ કપ અને આઈપીએલમાં રમવા વચ્ચે કેવો અંતર અનુભવે છે?
જવાબઃ
અંતર એટલું જ છે કે, આઈપીએલમાં તમે ભૂલ કરી તો પાછા આવી શકતા નથી. માત્ર 4 ઓવર જ હોય છે. સાથે જ દુનિયાના બેસ્ટ ખેલાડી અહીં હોય છે. અંડર-19 વર્લ્ડ કપમાં બધા જ યુવાન ખેલાડી હોય છે. 50 ઓવરની મેચ હોય છે. એક ઓવર પણ સારી ન ફેંકાય તો તમે પુનરાગમન કરી શકો છો.

સવાલઃ ગાવસકરે પણ તારી પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આટલા વધુ રનઅપવાળો લેગ સ્પિનર જોયો નથી?
જવાબઃ
આ નેચરલ છે. અગાઉ હું મીડિયમ પેસ કરતો હતો. ત્યાર પછી કોચોએ મને સ્પિન બોલિંગ કરવા કહ્યું. લાંબા રનઅપની ટેવ ત્યાંથી પડી છે. હવે મારા માટે તેને બદલવું શક્ય નથી.

સવાલઃ પ્રથમ વખત આઈપીએલ રમો છો. ફેન્સ નતી, નિરાશા જેવું લાગે છે?
જવાબઃ
હા, આ બાબતને હું જરૂર મિસ કરું છું. સવાઈ માનસિંગ સ્ટેડિયમમાં રાજસ્થાનના દર્શકો સામે ખિચોખિચ બરેલા સ્ટેડિયમમાં રમવાનો આનંદ કંઈક અલગ જ હોય છે.

સવાલઃ રાજસ્થાનની અંડર-19 ટ્રાયલમાં પ્રથમ દિવસે જ બહાર કરી દેવાયો હતો?
જવાબઃ
ત્રણ વર્ષમાં સળંગ ટ્રાલય માટે આવી રહ્યો હતો. દરેક વખતે બહાર થઈ જતો. 2017માં પણ પ્રથમ દિવસે જ બહાર થઈ ગયો. બહાર આવીને રડવા લાગ્યો. પિતા પણ ગુસ્સામાં હતા. તેમણે મારા કોચ શાહરૂખ અને પ્રદયોતને કહ્યું, મારે તેની પાસે ક્રિકેટ નથી રમાડવું. ત્યારે બંને કોચે સિલેક્ટર સાથે વાત કરી. મને બીજા દિવસે ફરી ટ્રાયલ માટે બોલાવાયો અને હું સિલેક્ટ થયો હતો. એ દિવસે સિલેક્ટ ન થતો તો આજે અહીં સુધી ના પહોંચતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો