• Gujarati News
  • Sports
  • Cricket
  • Announces Indian Women's Team For Commonwealth Games; Harmanpreet Kaur Captain; The 29th Is The First Match Against Australia

ક્રિકેટમાં હવે ગોલ્ડ જીતવાની તૈયારી:કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય વિમેન્સ ટીમ જાહેર; હરમનપ્રિત કૌર કેપ્ટન; 29મીએ ઓસ્ટ્રેલિયા સામે પહેલો મુકાબલો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેમ્સમાં 24 વર્ષ બાદ ક્રિકેટની વાપસી

BCCIએ કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય ટીમ જાહેર કરી દીધી છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રમાનાર આ કોમનવેલ્થ ગેમ્સમાં હરમનપ્રિત કૌર ટીમ ઈન્ડિયાને લીડ કરશે. જ્યારે સ્મૃતિ મંધાના વાઈસ કેપ્ટન છે.

ટીમ ઈન્ડિયા બર્મિંઘમ ખાતે રમાનાર આ મલ્ટી સ્પોર્ટસ ઈવેન્ટમાં પોતાના અભિયાનનો આરંભ 29 જુલાઈથી કરશે. જેમાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે રમશે.

બોર્ડે 15 સદસ્યની ટીમની જાહેરાત કરી છે. જેમાં ટોપ ઓર્ડરમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, એસ. મેઘના અને યાસ્તિકા ભાટિયા છે. તો મિડલ ઓર્ડરમાં સ્નેહ રાણા, પુજા વસ્ત્રાકર, દિપ્તિ શર્મા અને કેપ્ટન હરમનપ્રિત કૌર જેવા ઓલ-રાઉન્ડર છે. હરલિન દેઓલ, તાનિયા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સનો પણ સમાવેશ થયો છે.

ગેમ્સમાં 24 વર્ષ બાદ ક્રિકેટની વાપસી
CWGમાં 24 વર્ષ બાદ ક્રિકેટની વાપસી થવા જઈ રહી છે. જ્યારે મહિલા ક્રિકેટનો પહેલી વાર ગેમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા 1998માં ક્રિકેટનો કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં પુરુષોની 16 ટીમે ભાગ લીધો હતો. હાલની આ ગેમ્સમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે.

આ વખતે ટી-20 ફોર્મેટ
આ ગેમ્સમાં ક્રિકેટ ટી-20 ફોર્મેટમાં રમાશે. આ મેચોને આંતરરાષ્ટ્રિય મેચોનો દરજ્જો આપવામાં આવશે. આ અગાઉ 1998માં રમાયેલા ગેમ્સમાં ક્રિકેટ વનડે ફોર્મેટમાં રમાઈ હતી.

ગેમ્સમાં હિસ્સો લીધેલી ટીમો
પુલ એ: ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાર્બાડોસ.
પુલ બી: ઈંગ્લેંડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા

આ રહી ભારતીય ટીમ:
હરમનપ્રિત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, તાનિયા ભાટિયા, યાસ્તિકા ભાટિયા, હરલિન દેઓલ, રાજેશ્વરી ગાયકવાડ, એસ. મેઘના,સ્નેહ રાણા, જેમિમા રોડ્રિગ્સ, દિપ્તિ શર્મા, મેઘના સિંહ, રેણુકા સિંહ, પુજા વસ્ત્રાકર, શેફાલી વર્મા રાધા યાદવ.