તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃણાલ-કરન વચ્ચે તકરાર:કૃણાલ પંડ્યાની તોફાની બેટિંગથી ચિડાયો ઈંગ્લેન્ડનો બોલર ટોમ કરન, બોલવા લાગ્યો અપશબ્દો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટોમ કરને અપશબ્દોનો પ્રયોગ કરતા કૃણાલ પંડ્યાએ પણ તેને વળતો જવાબ આપ્યો હતો. બટલર અને અમ્પાયરે મધ્યસ્થતા કરવી પડી. - Divya Bhaskar
ટોમ કરને અપશબ્દોનો પ્રયોગ કરતા કૃણાલ પંડ્યાએ પણ તેને વળતો જવાબ આપ્યો હતો. બટલર અને અમ્પાયરે મધ્યસ્થતા કરવી પડી.
  • 49મી ઓવરમાં ટોમ કરને મહેણું માર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે
  • કૃણાલે પણ તેનો વળતો જવાબ આપ્યો હતો, અમ્પાયર અને બટલરે મધ્યસ્થતા કરી મામલો થાળે પાડ્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે મંગળવારે પ્રથમ વન-ડે મેચ રમાઈ. ડેબ્યુ મેચમાં કૃણાલ પંડ્યાની બેટિંગ તોફાની રહી હતી. તેણે 26 બોલમાં ફિફ્ટી મારી હતી. કૃણાલની તોફાની બેટિંગ જોઈને ઈંગ્લેન્ડનો બોલર ટોમ કરન ચિડાઈ ગયો હતો. ટોમ કરન કૃણાલ પંડ્યાને અપશબ્દો કહેવા લાગ્યો હતો. સામે કૃણાલ પણ આક્રમક મૂડમાં આવી ગયો હતો. અમ્પાયરે વચ્ચે પડીને મામલાને થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટના મેચની 49મી ઓવરમાં બની હતી. પ્રથમ મેચમાં કૃણાલ પંડ્યા ઈમોશનલ અને આક્રમક એમ બન્ને મુડમાં જોવા મળ્યો હતો. મેચની પ્રથમ ઈનિંગ પછી કૃણાલ તેના ભાઈ હાર્દિકને ભેટીને ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો હતો.

ટોમ કરને કૃણાલને મહેંણું માર્યાનું અનુમાન
કૃણાલ જ્યારે આક્રમક અંદાજમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે ઈંગ્લેન્ડના દરેક બોલર્સની ચિંતામાં વધારો કર્યો હતો. તેવામાં 49મી ઓવરમાં કૃણાલે સિંગલ રન લઈને નોન-સ્ટ્રાઈકર એન્ડ તરફ દોટ મૂકી હતી, ત્યારે કરને તેને કેટલાક મહેણાં માર્યા હતા, જેનો કૃણાલે વળતો જવાબ આપતા બન્ને વચ્ચે રકજક થઈ હતી. ટોમ કરને તેની 10મી ઓવરના પાંચમાં બોલે અને ટીમની 49મી ઓવરના પાંચમાં બોલ પર માત્ર સિંગલ રન જ આપ્યા હતા. તે સમયે બન્ને વચ્ચે રકજક થઈ હતી. અનુમાન લગાવાઈ રહ્યું છે કે, આખી ઈનિંગમાં આક્રમક અંદાજમાં બેટિંગ કરી રહેલા કૃણાલ તેના બોલ પર ચોગ્ગો-છગ્ગો ન મારી શક્યો. જેના કારણે કરને આંખોના ઈશારાથી કૃણાલને મહેણું માર્યું હતું અને કેટલાક અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા. જેનો ડેબ્યુટન્ટ કૃણાલે પણ તીખો જવાબ આપ્યો હતો. કૃણાલ તરત જ કરન સામે ધસી આવ્યો હતો. આ જોઈને પરિસ્થિતિ વધુના બગડે તેના માટે અમ્પાયર અને ઈંગ્લેન્ડના ખેલાડી બટલરે મધ્યસ્થતા કરવી પડી હતી.

કૃણાલ પંડ્યાએ ટોમ કરનને વળતો જવાબ આપ્યો
કૃણાલ પંડ્યાએ ટોમ કરનને વળતો જવાબ આપ્યો

કૃણાલ પંડ્યા ભાવુક થયો
ભારતની ઈનિંગ જ્યારે ડગમગી ગઈ હતી, ત્યારે કૃણાલ પંડ્યાએ ફાસ્ટેસ્ટ ફિફ્ટી બનાવીને ભારતીય ટીમને એક સારો સ્કોર બનાવવા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જ્યારે મોટા ભાઈએ અર્ધસદી ફટકારી ત્યારે હાર્દિક પંડ્યાની આંખમાંથી પણ આંસુ સરી પડ્યા હતા. કૃણાલ પંડ્યાએ અર્ધસદી ફટકાર્યા પછી આકાશ તરફ બેટ ફેરવીને તેમના પિતાને આ સ્કોર ડેડિકેટ કર્યું હતું. જોવાની વાત એ છે કે, બાળપણથી જ્યારે બન્ને ભાઈઓએ ઈન્ડિયાની જર્સી પહેરીને દેશનું આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરવાનું જે સ્વપ્ન જોયું હતું, તેના તરફ તેમણે પહેલું કદમ માંડ્યું છે. આજે ડેબ્યૂથી લઈને મેચની મોટાભાગની ક્ષણોમાં પંડ્યા બ્રધર્સ ઈમોશનલ થયા હતા.