તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્જિનિયરનો રોષ:ભારતીય દિગ્ગજનો ફુટ્યો ગુસ્સો- IPLના કારણે આપણાં તળિયા ચાટે છે ઈંગ્લેન્ડના ખેલાડી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર ફારૂખ એન્જિનિયરે ઈંગ્લેન્ડ અને ત્યાંના ખેલાડીઓને લઈને ટિપ્પણી કરી છે. ફારૂખ એન્જિનિયરે કહ્યું કે IPLના કારણે ઈંગ્લેન્ડના ખેલાડીઓનું વલણ બદલાયું છે. હવે તેઓ ભારતીયો અંગે કંઈ પણ કહેતા પહેલાં બે વખત વિચારે છે. ફારૂખે તેવો પણ ખુલાસો કર્યો કે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવા દરમિયાન તેઓને વંશીય ટિપ્પણીનો સામનો કરવો પડતો હતો.

'હું વંશીય ટીકાનો ભોગ બન્યો હતો'
ફારૂખ એન્જિનિયર ઈંગ્લેન્ડમાં વસી ગયા છે. તેઓએ એક અંગ્રેજી દૈનિક સાથેની વાતચીતમાં વંશીય ટીપ્પણીને લઈને પોતાનો અનુભવ શેર કર્યો. ફારૂખે જણાવ્યું કે જ્યારે હું પહેલી વખત કાઉન્ટી ક્રિકેટ રમવા અહીં આવ્યો તો લોકો મને અલગ નજરે જોતા હતા કે આ ભારતમાંથી આવ્યો છે. મેં એક-બે વખત વંશીય ટીકાનો સામનો પણ કર્યો. જો કે ટિપ્પણી વ્યક્તિગત થતી ન હતી. મારા પર માત્ર એટલા માટે નિશાન સાધવામાં આવતું હતું કે હું ભારતથી આવ્યો હતો અને મારી બોલવાની સ્ટાઈલ અલગ હતી.

ફારૂખ એન્જિનિયરે વધુમાં કહ્યું કે મને લાગે છે કે મારું અંગ્રેજી વાસ્તવમાં મોટા ભાગના અંગ્રેજોથી ઘણું જ સારું છે. તેથી જ જલદીથી તેઓને અહેસાસ થયો કે ફારૂખ એન્જિનિયરની સાથે રમત ન કરી શકાય. તેઓને મેસેજ મળી ગયો હતો. મેં મારી બેટિંગ અને વિકેટકીપિંગથી પોતાની જાતને સાબિત કરી હતી. મને ગર્વ હતો કે હું ભારતના પ્રતિનિધિ તરીકે અહીં છું, અને મેં દેશની શાખ વધે તેવું કામ કર્યું.

IPL પછી સ્થિતિ બદલાઈ ગઈ છે
ફારૂખ એન્જિનિયરે આ પહેલાં એક પોડકાસ્ટમાં કહ્યું કે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જેફ્રી બાયકોટે કોમેન્ટ્રી દરમિયાન 'બ્લડી ઈન્ડિયન્સ' જેવાં શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જો કે IPL આવ્યા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે અને હવે ઈંગ્લિશ ખેલાડી આવું કરવાની હિંમત નહીં કરે. તેઓએ આગળ કહ્યું કે જ્યારથી IPL શરૂ થયો છે, ઈંગ્લેન્ડ ખેલાડીઓ આપણાં તાળવા ચાટી રહ્યાં છે.

ફારૂખ એન્જિનિયરે કહ્યું કે, મને આશ્ચર્ય થાય છે કે માત્ર પૈસાને કારણે તેઓ બદલાય ગયા છે. પરંતુ મારા જેવા લોકો જાણે છે કે શરૂઆતમાં તેમનો રંગ કેવો હતો. હવે તેઓએ પૈસાના ચક્કરમાં પોતાનું વલણ સંપૂર્ણ રીતે બદલી નાંખ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...