તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Anderson, Who Scored The Second Fastest ODI Century, Will Now Play For The American Team, Starting In The T 20 League.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝીલેન્ડ માટે નહીં રમે કોરી એન્ડરસન:વનડેમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર એન્ડરસન હવે અમેરિકન ટીમ માટે રમશે, T-20 લીગથી કરશે શરૂઆત

ટેક્સાસ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરી એન્ડરસને ન્યૂઝીલેન્ડ માટે 13 ટેસ્ટમાં 683 અને 49 વનડેમાં 1109 રન બનાવ્યા છે. -ફાઇલ ફોટો - Divya Bhaskar
કોરી એન્ડરસને ન્યૂઝીલેન્ડ માટે 13 ટેસ્ટમાં 683 અને 49 વનડેમાં 1109 રન બનાવ્યા છે. -ફાઇલ ફોટો

ઓલરાઉન્ડર કોરી એન્ડરસન (30)એ ન્યૂઝીલેન્ડ ટીમ તરફથી ન રમવાનો નિર્ણય લીધો છે. તે હવે અમેરિકન ટીમ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમશે. એન્ડરસને 1 જાન્યુઆરી 2014ના રોજ વનડેમાં સૌથી ઝડપી 36 બોલમાં સદી મારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેના એક વર્ષ પછી સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સે 31 બોલમાં સેન્ચુરી મારીને આ રેકોર્ડ તોડ્યો હતો. આ બંને સદી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ફટકારવામાં આવી હતી.

એન્ડરસન હવે અમેરિકામાં ક્રિકેટની શરૂઆત ઘરેલૂ મેજર લીગ T-20માં કરશે. આ ટૂર્નામેન્ટ 2022માં થશે. અમેરિકાનો પ્રયાસ વનડે ક્રિકેટમાં સ્ટેટ્સ મેળવવાનો છે. આના લીધે તેઓ મોટા ખેલાડીઓને સામેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ક્રિકેટરની મંગેતર અમેરિકન છે
એન્ડરસનની મંગેતર અમેરિકન છે. તેનું નામ મેરી શામ્બર્ગર છે. કોરોનાને લીધે એન્ડરસને લોકડાઉનનો સંપૂર્ણ સમય અમેરિકાના ટેક્સાસમાં વિતાવ્યો હતો. આ દરમિયાન તે અમેરિકન ક્રિકેટ બોર્ડ સાથે સંપર્કમાં આવ્યો અને તેણે આ નિર્ણય લીધો.

અમેરિકાની નજર હવે અસલમ અને પ્લેન્કટ પર
અમેરિકન ક્રિકેટર બોર્ડ પહેલા જ સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી રસ્ટી થેરોન અને ડેન પિએટનો ટીમમાં સમાવેશ કર્યો છે. હવે તેમની નજર પાકિસ્તાનના ટેસ્ટ ક્રિકેટર સામી અસલમ અને ઇંગ્લેન્ડને 2019નો વર્લ્ડ કપ જિતાડનાર લિયામ પ્લેન્કટ પર છે.

એન્ડરસન ન્યૂઝીલેન્ડ માટે 13 ટેસ્ટ અને 49 વનડે રમ્યો
ન્યૂઝીલેન્ડ માટે એન્ડરસને 13 ટેસ્ટમાં 683 અને 49 વનડેમાં 1109 રન બનાવ્યા છે, તેમજ 31 T-20માં 485 રન કર્યા છે. ટેસ્ટ અને વનડેમાં તેણે 1-1 સદી મારી છે. તે સાથે જ તેણે વનડેમાં 60 અને ટેસ્ટમાં 16 વિકેટ લીધી છે.

શાહરૂખે USA T-20 લીગમાં ટીમ ખરીદી
બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાને અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવાને લઈ ઈન્વેસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) પછી હવે USA T-20 લીગમાં પણ ટીમ ખરીદશે. તે લોસ એન્જેલસ નાઇટ રાઇડર્સ ટીમનો માલિક બનશે.

નાઈટ રાઇડર્સ ફ્રેન્ચાઈઝ IPLમાં 2 અને CPLમાં 4 વાર ચેમ્પિયન બની
શાહરુખ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને CPLમાં ત્રિનિદાદ એન્ડ ટોબેગો નાઈટ રાઈડર્સ (TKB) ટીમના માલિક છે. KKR બે વાર 2012 અને 2014માં ટાઇટલ જીતી, જ્યારે TKB 4 વાર 2020, 2018, 2017 અને 2015માં CPL ચેમ્પિયન રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો