• Gujarati News
  • Sports
  • Cricket
  • Anderson Is The First English Player To Take 600+ Wickets In Tests, Let's Take A Look At 7 Interesting Records Of His Career

શું તમે જાણો છો?:એન્ડરસન ટેસ્ટમાં 600+ વિકેટ લેનારો પ્રથમ ઈંગ્લિશ ખેલાડી છે, તેની કારકિર્દીના 7 રસપ્રદ રેકોર્ડ પર નજર કરીએ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

39 વર્ષીય એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં 600+ વિકેટ લેનાર એકમાત્ર ઈંગ્લિશ બોલર છે, જ્યારે વિશ્વનો ત્રીજો બોલર છે. મુરલીધરન 800 વિકેટ સાથે ટોપ પર છે, જ્યારે શેન વોર્ન 708 વિકેટ સાથે બીજા ક્રમે છે.

  1. એન્ડરસન 3 વખત મેચમાં 10 વિકેટ કે તેથી વધુ વિકેટ ઝડપી ચૂક્યો છે. આ રીતે જ તેણે 31 વખત 5 કે તેથી વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે.
  2. એન્ડરસને ન્યૂઝીલેન્ડના દિગ્ગજ સર રિચર્ડ હેડલીના રેકોર્ડની બરાબરી કરી છે. તેણે ટેસ્ટની એક ઈનિંગ્સમાં સૌથી વધુ વખત 4 કે તેથી વધુ વિકેટ ઝડપવાના રેકોર્ડની બરાબરી કરી. એન્ડરસન અને હેડલી 61-61 વખત 4 કે તેથી વધુ વિકેટ ઝડપી ચૂક્યા છે.
  3. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ એન્ડરસનની સ્વિંગ પર ફિદા છે. ગાંગુલીએ એન્ડરસનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
  4. લૉર્ડ્સ ટેસ્ટ મેચમાં એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડની જોડીએ એક સાથે રમતા 950 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી. આ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બીજી શ્રેષ્ઠ બોલિંગ જોડી બની છે. વોર્ન અને મેક્ગ્રાએ સાથે મળીને 1001 વિકેટ ઝડપી છે અને તેઓ ટોપ પર છે.
  5. એન્ડરસન બાળપણથી ક્રિકેટ બનવા માગતો હતો. તેણે બર્નલે ક્રિકેટ ક્લબથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તે લંકાશાયર લીગના ફાસ્ટેસ્ટ બોલરમાંથી એક હતો.
  6. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત નોટઆઉટ રહેવાનો રેકોર્ડ એન્ડરસનના નામે છે. તે 100થી વધુ વખત નૉટઆઉટ રહ્યો છે. એન્ડરસન આમ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી છે. બીજા ક્રમે વિન્ડીઝના પૂર્વ દિગ્ગજ કર્ટની વૉલ્શ (61) છે.
  7. ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. તે 6 વિકેટ સાથે ટીમનો બીજો સફળ બોલર રહ્યો. તેણે પ્રથમ ઈનિંગ્સમાં 4 વિકેટ ઝડપી, જ્યારે બીજી ઈનિંગ્સમાં 2 વિકેટ ઝડપી છે.
અન્ય સમાચારો પણ છે...