• Gujarati News
  • Sports
  • Cricket
  • Anderson 100 Not Out In Test Cricket, The First Player To Set This Record; Not A Single Indian In The Top 5

જેમ્સ એન્ડરસને ઈતિહાસ રચ્યો:ટેસ્ટ ક્રિકેટમાં 100 વાર નોટઆઉટ રહ્યો, આ રેકોર્ડ નોંધાવનાર પહેલો ખેલાડી; ટોપ-5માં એકપણ ભારતીય નહીં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 100 વાર નોટઆઉટ રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેની પહેલા કોઈપણ ખેલાડી આ ફોર્મેટમાં 100 વાર નોટઆઉટ રહી શક્યો નથી. તેવામાં 167મી ટેસ્ટ મેચ રમી રહેલા જેમ્સ એન્ડરસને એડિલેડમાં રમાઈ રહેલી બીજી એશિઝ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. એડિલેડ ટેસ્ટની પહેલી ઈનિંગમાં જેમ્સ એન્ડરસન 13 બોલમાં 5 રન કરી નોટઆઉટ ડ્રેસિંગ રૂમ પરત ફર્યો હતો.

આ રેકોર્ડમાં બીજા નંબરે વોલ્સનું નામ સામેલ
એન્ડરસન પછી ટેસ્ટમાં સૌથી વધુવાર નોટઆઉટ રહેવાના રેકોર્ડની યાદીમાં બીજુ નામ વેસ્ટઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ કર્ટની વોલ્સ(61)નું સામેલ છે. તેના પછી ત્રીજા નંબર પર શ્રીલંકન ખેલાડી મુથૈયા મુરલીધરન (56) સૌથી વધુ વાર નોટઆઉટ રહ્યો છે. આ ટોપ-5ની યાદીમાં એકપણ ઈન્ડિયન ખેલાડીનો સામવેશ થતો નથી.

એક ફાસ્ટ બોલર તરીકે સૌથી આગળ
અત્યારસુધી જેમ્સ એન્ડરસન 167 ટેસ્ટમાં 635 વિકેટ લઈ ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં એન્ડરસને સૌથી વધુ વિકેટ ઝડપનારો દુનિયાનો ચોથો બોલર છે. વળી ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના રેકોર્ડમાં તેનું નામ સૌથી પહેલા આવે છે.

ઇંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 236 રન કર્યા
ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 9 વિકેટના નુકસાને 473 રન કર્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચોથા દિવસ સુધી ઓસ્ટ્રેલિયન ટીમ કુલ 400થી વધુ રનથી આગળ છે. ઇંગ્લેન્ડની ટીમ સૌથી પાછળ રહી છે.

અન્ય સમાચારો પણ છે...